Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકાના મતદારો ર૦૦ર ની મતદર યાદી હવે ટેલીગ્રામ પર સરળતાથી નિઃશુલ્ક મેળવી શકશે

દ્વારકાના ટેકનો-માસ્ટર અક્ષય કાનાણીનો અનોખો પ્રયાસઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧: દ્વારકાના યુવા ટેકનોલોજી માસ્ટર અને કોમ્પ્યુટર ઈજનેર અક્ષય કાનાણીએ સેવા ભાવથી 'દ્વારકા વોટર સર્ચ બોટ' નામની અનોખી ડિજિટલ સુવિધા વિક્સાવી છે, જેમાં માત્ર એક ટેલીગ્રામ મેસેજથી ર૦૦ર ની મતદાર યાદીમાંથી નામ, અટક, ઈપીઆઈસી નંબર, એરિયા, બૂથ અથવા પરિવાર મુજબની સંપૂર્ણ વિગતો સરળતાથી મેળવી શકાય છે. આ સેવા માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો માટે ઉપલબ્ધ છે અને સંપૂર્ણ નિઃશુલ્ક છે.

અક્ષય કાનાણીએ કોઈ સરકારી કે ખાનગી સહાય વિના પોતાની વ્યક્તિગત ટેકનિકલ કુશળતા અને એક જ કોમ્પ્યુટર દ્વારા આ ઓનલાઈન સેવા જનહિત માટે તૈયાર કરી છે. બોટમાં સર્ચ ફીલ્ટર, ઈપીઆઈસી વેરીફિકેશન, પરિવારની વિગતો, ગુજરાતી સપોર્ટ અને સરળ નેવીગેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જે ગ્રામપંચાયત, બૂથ ટીમો, અને જનજાગૃતિ કાર્ય માટે ખૂબ ઉપયોગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh