Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય ત્રણ આરોપીઓના ઠેકાણાઓ પર ઊંડી તપાસઃ
નવી દિલ્હી તા. ૧: દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ દ્વારા કાશ્મીરમાં ૩ મુખ્ય આરોપીના ઘણાં ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે.
દિલ્હીમાં ૧૦ નવેમ્બરના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આતંકી હુમલાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હુમલા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલને મૂળમાંથી નાબૂદ કરવા એનઆઈએ એ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં વધાર્યો છે. એનઆઈએ દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે.
દિલ્હી બ્લાસ્ટના આરોપીઓ ડો. અદીલ, ડો. મુઝફ્ફર અને જસિફ જે વિસ્તારમાં રહેવાસી છે ત્યાં આ કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન કાઝીગુંડામાં ડો. અદીલ અને જાસિર બિલલાના ઘરે, શોપિયામાં મૌલવી ઈરફાનના ઘરે તેમજ પુલવામાના કોઈલમાં ડો. મુઝમ્મિલ અને સાંબુરામાં આમિર રશીદના ઘરે તલાશી લેવામાં આવી. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ અને એસઆઈએ પણ જૈશના આંતરરાજ્ય 'વ્હાઈટ કોલર મોડ્યુલ'ના ષડ્યંત્રની તપાસ કરી ચૂક્યા છે.
આ કાર્યવાહી તાજેતરમાં પર્દાફાશ થયેલા 'વ્હાઈટ કોલર' આતંકી મોડ્યુલને પગલે કરવામાં આવી છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા લોકો પાસેથી, મુખ્યત્વે હરિયાણાના ફરીદાબાદમાંથી, લગભગ ૩,૦૦૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ સહિત વિસ્ફોટક મળી આવ્યું હતું. દિલ્હી બ્લાસ્ટ અને હથિયારોની જપ્તિના સંદર્ભમાં પોલીસે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને શ્રીનગર જિલ્લાની હોસ્પિટલોના લોકરોનું ઓથિંતું નિરીક્ષણ પણ કર્યું હતું.
આતંકી મોડ્યુલને ઊંડાણપૂર્વક ઉકેલવા માટે એનઆઈએ એ તાજેતરને યુ.પી., હરિયાણા અને જમ્મુ-કાશ્મીર સહિત ઘણાં રાજ્યોમાં ફેલાવી દીધી છે. શરૂઆતી પુરાવાના આધારે, એજન્સી ડોક્ટર શાહીનને ફરીદાબાદ લઈ ગઈ, જ્યાં તેના જુના નેટવર્ક અને સુરક્ષિત ઠેકાણાઓની તપાસ કરાઈ. તપાસને આગળ ધપાવતા એનઅઈએ એ લખનૌ, સહારનપુર, ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીરને 'ફોર ઝોન' તરીકે ચિન્હિત કર્યા છે. આ વિસ્તારોમાં હાલમાં સઘન દરોડા, ઈન્ટેલિજન્સ ઓપરેશન અને સ્થાનિક સ્તરે નેટવર્કની મેપિંગનું કામ ચાલી રહ્યું છે, જે ખીણમાં સક્રિય આતંકવાદી તત્ત્વોના નેટવર્કને તોડી પાડવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial