Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા પાંચદેવડામાં ખેતરમાં નિદ્રાધીન વૃદ્ધ દંપતી પર હુમલો કરી સોનાના બુટીયાની ચલાવાઈ લૂંટ

ધોકા-ઢીકાપાટુથી ચાર શખસે માર માર્યા પછી તિજોરીમાંથી બંગડી-વીટી કાઢી લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કાલાવડના મોટા પાંચ દેવડા ગામની સીમમાં એક ખેતરમાં શનિવારે રાત્રે નિદ્રાધીન થયેલા વૃદ્ધ દંપતી પર ચાર અજાણ્યા શખ્સે ધોકા-ઢીકાપાટુથી હુમલો કરી માર મારવા ઉપરાંત વૃદ્ધાના કાનમાંથી સોનાના બે તોલાના બુટીયાની અને ત્યાં રહેણાંકમાં આવેલી તિજોરીમાંથી ચાંદીની બે બંગડી અને એક વીટીની લૂંટ કરી પોબારા ભણી લીધા છે. પોલીસે લૂંટારૂઓના સગડ દબાવ્યા છે.

કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામની સીમમાં આવેલા ભીખાભાઈ કાબાભાઈ અજુડીયા નામના ખેડૂતના ખેતરમાં શનિવારે સાંજે ભીખાભાઈના પિતા કાબાભાઈ અજુડીયા તથા તેમના પત્ની હીરૂબેન કાબાભાઈ અજુડીયા સુવા માટે ગયા હતા.

આ વૃદ્ધ દંપતી જ્યારે નિદ્રાધીન થયું તે દરમિયાન રાત્રે બારેક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે કોઈ ચાર અજાણ્યા શખ્સ તેમના ખેતરમાં ઘૂસી ગયા હતા. આ શખ્સોએ નિદ્રાધીન રહેલા કાબાભાઈને ઘેરી લીધા પછી પોતાના હાથમાં પથ્થર ઉપાડી આ વૃદ્ધના માથામાં ફટકાર્યાે હતો. જેના પગલે કપાળમાંથી કાબાભાઈને લોહી નીકળવા માંડ્યું હતું.

આ વેળાએ જાગી ગયેલા હીરૂબેને પતિને લોહીલુહાણ હાલતમાં જોઈ તેઓ ગભરાઈ ગયા હતા ત્યારે જ આ શખ્સોએ ઝૂંટ મારીને હીરૂબેનના બંને કાનમાં પહેરેલા સોનાના કાંપ ઝૂંટવી લીધા હતા. અંદાજે બે તોલા વજનના સોનાના ઉપરોક્ત બુટીયા કાનમાંથી ખેંચી લેવા ઉપરાંત આ શખ્સોએ ત્યાં આવેલા મકાનની તલાસી લઈ તેમાં પડેલી તિજોરીનો લોક તોડી નાખ્યો હતો અને તેમાંથી ચાંદીની બે બંગડી, ચાંદીની એક વીટી ઉઠાવી લીધી હતી. વધુ કંઈક મળશે તેવી આશાએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યા પછી ચારેય લૂંટારૂએ પોબારા ભણી લીધા હતા. હેબતાઈ ગયેલા કાબાભાઈએ પોતાના પરિવારજનોને જાણ કર્યા પછી સવારે પાંચેક વાગ્યે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતી. પીઆઈ પી.જી. પનારાની સૂચનાથી હરકતમાં આવેલી પોલીસે તરત જ નાકાબંધી કરાવી હતી પરંતુ લૂંટારૂઓ નાસી જવામાં સફળ થયા હતા. પોલીસે કાબાભાઈના પૌત્ર વિરાગભાઈ અજુડીયાની ફરિયાદ પરથી લૂંટનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh