Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચની સલાહઃ
નવી દિલ્હી તા .૪ઃ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચની સલાહ મુજબ તાવ-ઉધરસના દર્દીઓએ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ટાળવો જોઈએ. દેશભરમાં એચ-૩એન-ર વાયરસ ઝડપથી વધી રહ્યો હોય સતર્ક રહેવાની જરૃર પણ જણાવાઈ છે.
લોકોમાં તાવ, લાંબી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો અને ઈન્ફ્લુએન્ઝા છ ના ઁ૩દ્ગ૨ વાયરસને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ઁ૩દ્ગ૨ વાયરસ અન્ય વાયરસ કરતા વધુ ખતરનાક છે.
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ પુષ્ટિ કરી છે કે દેશમાં હાલનો તાવ અને ઉધરસનો પ્રકોપ ઈન્ફ્લુએન્ઝા આ વાયરસને કારણે છે. આઈસીએમઆર અનુસાર એચ-૩એન-ર અન્ય વાયરસ કરતા વધુ ખતરનાક છે. તેનાથી પીડિત લોકો ઝડપથી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આઈસીએમઆર સમગ્ર દેશમાં તેના વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝના નેટવર્ક દ્વારા વાયરસથી થતા રોગોનું સતત નિરીક્ષણ કરે છે.
આઈસીએમઆરના રોગશાષાના વડા ડો. નિવેદીતા ગુપ્તાએ જણાવ્યું કે ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરથી ૩૦ વીઆરડીએલએસના ડેટાએ ઈન્ફ્લુએન્ઝા છ ના એચ-૩એન-ર કેસોની સંખ્યામાં વધારો સૂચવ્યો છે. ડો. ગુપ્તાએ જણાવ્યું હતું કે માર્ચના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહથી વાયરસની અસર ઓછી થવાની ધારણાં છે. કારણ કે તાપમાન વધવાનું શરૃ થાય છે.
નિષ્ણાતોના મતે વાયરસથી પીડિત દર્દીઓએ એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ અને ડોકટર સાથે સંપર્કમાં રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આઈસીએમઆર મુજબ હોસ્પિટલમાં દાખલ ૯૨% એચ-૩એન-ર દર્દીઓને તાવ હતો. ૮૬%ને ઉધરસ હતી, ૨૭%ને શ્વાસ લેવામાં તકલીફ હતી, ૧૬%ને ઘરઘર હતું. વધુમાં આઈસીએમઆર સર્વેલન્સમાં જાણવા મળ્યું છે કે આવા દર્દીઓમાંથી ૧૬%ને ન્યુમોનિયા અને ૬%ને હુમલા હતાં. આઈસીએમઆર અનુસાર એચ-૩એન-ર વાયરસથી પીડાતા ગંભીર દર્દીઓમાંથી ૧૦ ટકાને ઓક્સિજન અને ૭ ટકાને આઈસીયુની જરૃર પડે છે.
ફોર્ટીસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ગુડગાંવમાં ઈન્ટરનલ મેડિસીનના ડાયરેક્ટર ડો. સતિશ કૌલે જણાવ્યું હતું કે એચ-૩એન-ર અન્ય ઈન્ફ્લુએન્ઝા વાયરસ કરતા વધુ ગંભીર છે. જો કે આ કોઈ નવો વાયરસ નથી. તે દાયકાઓથી આસપાસ છે. તેમણે જણાવ્યું હતું કે ૧૯૬૮માં હોંગકોંગમાં વાયરસના કારણે મોટાપાયે રોગચાળો ફેલાયો હતો. તેમણે સમજાવ્યું કે આ વાયરસથી પીડીત દર્દીને હંમેશાં શરદી અને સતત ઉધરસ સાથે તીવ્ર તાવ આવે છે. જે ઘણાં દિવસો સુધી રહે છે. મેક્સ સાકેતમાં કામ કરતા ડોકટર રોમેલ ટીક્કુએ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી તેમની પાસે તાવ અને ઉધરસના દર્દીઓનો ભરાવો છે. ઘણાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર પડે છે. તેમની પાસે મોટી સંખ્યામાં વધારો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વૈશ્વિક સ્તરે દર વર્ષે મોસમી ઈન્ફ્લુએન્ઝાના ૩ મિલિયનથી ૫ મિલિયન કેસ છે. જેમાંથી ૨.૯ મિલિયનથી ૬.૫ મિલિયન લોકો શ્વાસની બીમારીને કારણે મૃત્યુ પામે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ બોડી કહે છે કે રસીકરણ એ રોગને રોકવાનો સૌથી અસરકારક માર્ગ છે. રસીકરણ અને એન્ટિવાયરલ સારવાર ઉપરાંત આમાં હાથને સારી રીતે ધોવા અને ખાંસી વખતે હાથ અથવા પેશીથી મોં ઢાંકવાનો સમાવેશ થાય છે. આ રોગ ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં આ વાયરસથી પીડીત દર્દીથી સામાજિક અંતર બનાવવું જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag