Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા.૪ ઃ ભાટિયાની લોહાણા મહાજન વાડીમાં આવતીકાલે તા.૫ની સાંજે ૪ઃ૩૦થી ૭ઃ૩૦ વાગ્યા સુધી સમસ્ત વલ્લભકુળ પરિવારના આશીર્વાદ સાથે પૂ. ચંદ્રગોપાલજી મહારાજની (પોરબંદર)ના સાન્નિધ્યમાં ફૂલફાગ હોલીરસીયા ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મહારાજશ્રી વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે તથા વૈષ્વોને હોલીરસીયા રમાડશે.
આ ઉત્સવમાં ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકાદાસભાઈ રાયચુરા, વજુભાઈ પાબારી (વૈષ્ણવ સમાજ, જામનગરના પ્રમુખ), ભરતભાઈ મોદી, ડીવાયએસપી પ્રજાપતિ, મામલતદાર રીંડાણીબેન, કથાકાર પૂ. ધવલભાઈ અત્રી (લાંબાબંદર), પૂ. અરૃણભાઈ ભટ્ટજી, ગાગા-ગુરગઢ ગુંસાઈજી બેઠકના મુખ્યાજી કનુભાઈ શર્મા, પીંડારા મહાપ્રભુજી બેઠકના મુખ્યાજી, પંકજભાઈ શર્મા, ભાટિયા હવેલીના મુખ્યાજી નારણભાઈ શર્મા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઈશ્વરભાઈ ઝાખરીયા, તુલસીભાઈ ભાયાણી, લખુભાઈ રામાણી, દામોદરભાઈ દાવડા, નારણભાઈ કરંગીયા, નટુભાઈ દત્તાણી, વિઠ્ઠલભાઈ સોનગરા, વિઠ્ઠલભાઈ મશરૃ, ધનસુખભાઈ બારાઈ, પ્રેમજીભાઈ શૈલેષભાઈ સોની, જયોત્સનાબેન ગોકાણી વગેરે આગેવાનો હાજર રહેશે.
કાર્યક્રમના સંયોજકો નિલેશભાઈ કાનાણી, ભરતભાઈ કાનાબાર તથા મિલનભાઈ મોદીએ વૈષ્ણવોને આ ઉત્સવમાં જોડાવા અનુરોધ કર્યાે છે. ઉત્સવ પૂર્ણ થયા પછી તમામ વૈષ્ણવો માટે કલેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજન સમસ્ત વૈષ્ણવ સમાજ (ભાટિયા)એ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag