Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની-મોટી મળી સત્યાંસી બોટલ કબજે કરાઈઃ
જામનગર તા.૪ ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ સંગમ બાગ, ગોકુલનગરમાંથી અંગ્રેજી શરાબના જથ્થા સાથે ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે જામજોધપુરમાંથી એક શખ્સ અંગ્રેજી શરાબના એંસી ચપલા સાથે ઝડપાયો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલી કેળાની વખાર પાસેથી ગઈકાલે પસાર થતાં વિનુ નારણભાઈ નાખવા નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી શરાબની ચાર બોટલ મળી આવી હતી. આ શખ્સે તે બોટલ પરસોત્તમ શંભુરામ મંગે ઉર્ફે પસા પાસેથી લીધાની કબૂલાત કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સંગમ બાગ નજીકથી ગઈકાલે રાત્રે જઈ રહેલા નાનકરામ લેખરાજ નારવાણી નામના વૃદ્ધને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી શરાબની બોટલ મળી આવી હતી.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પાસેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા સરલાબેન ત્રિવેદી આવાસમાં રહેતા સતિષ કાંતિલાલ બુધેલીયા નામના વાણંદ શખ્સને પોલીસે ઉભો રખાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબના એંસી ચપટા સાંપડ્યા હતા.
જામજોધપુરમાં સરકારી ખાતરના ગોડાઉન પાસેથી ગઈકાલે રાત્રે નવનીત ઈશ્વરભાઈ ભટ્ટી નામના શખ્સને પોલીસે શરાબની બોટલ સાથે પકડી પાડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag