Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ ભંડોળ પીડિતોના મદદ અને સમર્થન માટે વપરાશે
નવી દિલ્હી તા.૪ઃ ભારતીય મૂળના અમેરિકનોએ તુર્કીયે-સીરિયાના ભૂકંપપીડિતો માટે ૩ લાખ ડોલરનું ફંડ એકઠું કર્યું છે. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન દ્વારા અભિયાન ચલાવાયું હતું. તુર્કીયે રાજદૂતે કહ્યું હતું કે, ભારતીય સમુદાય જે કરી રહ્યું છે. તે પ્રશંસનીય છે.
સમગ્ર અમેરિકાથી ભારતીય અમેરિકીઓએ તુર્કીયે અને સીરિયાના ભૂકંપપીડિતો માટે ૩ લાખ ડોલરથી વધુની આર્થિક મદદ એકઠી કરી છે. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિનના પૂર્વ અધ્યક્ષ ડૉ. હેમંત પટેલના નેતૃત્વમાં અનેક પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકીઓના સમુદાયે ૩ લાખ અમેરિકી ડોલરથી વધુની રકમ એકઠાં કર્યા હતાં.
ન્યૂ જર્સી રાહત માટે ચલાવાયેલા અભિયાનમાં અમેરિકામાં તુર્કીયે રાજદૂત મુરત મર્કન અને ન્યૂયોર્કમાં તુર્કીયેના મહાવાણિજ્યદૂત રેહાન જેડજી આર પણ સામેલ થયા હતા. તેમણે ભૂકંપ પ્રભાવિત લોકો માટે સમર્થન અને મદદ માટે ભારતીય અમેરિકી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રતિષ્ઠિત એલિસ આઈલેન્ડની મેડલ ઓફ ઓનરથી સન્માનિત પટેલે જણાવ્યું કે, તુર્કીયેના રાજદૂત અને તુર્કીયેના લોકો માટે જે કંઈ કરાઈ રહ્યું છે અને ભારતીય સમુદાય જે કંઈ કરી રહ્યું છે તેના વિશે ઘણી પ્રશંસા કરી હતી. અગાઉ રોબિનવિલે, ન્યૂજર્સીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં માનવીય સંકટથી પ્રભાવિત લોકો માટે વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. બીએપીએસ ચેરિટીઝના માધ્યમથી ૨૫૦૦૦ અમેરિકી ડોલરની મદદ પણ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag