Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના કલાકારો ભાગ લઈ શકશેઃ
ખંભાળીયા તા. ૪ઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની નિયામક, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩મા તુરી બારોટ સમાજના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પૈકી ભુંગળ-શરણાઈ અને વહીવંચા તાલીમ શિબિરનું આયોજન તા. ૧૦-૦૩-૨૩થી ૧૯-૦૩-૨૩ દરમ્યાન મહેસાણા અને પોરબંદર જિલ્લામાં યોજાનાર છે.
આ શિબિરમાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા કલાકારો ભાગ લેવા ઈચ્છતા હોય તે પોતાની અરજી તા. ૦૬-૦૩-૨૩ના બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૃમ નં. સી-૨/૨ અને સી-૧/૪, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ, ખંભાળીયામાં મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં તેમ જિલ્લા રમતગમત અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag