Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રેઈન માર્કેટમાં ખાઉધરી ગલીમાં
જામનગર તા. ૪ઃ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હમણા બે-ત્રણ મહિનાથી પ્રેસનોટના માધ્યમથી તંત્રની કામગીરીની વાહ-વાહ સાથે પ્રચાર-પ્રસિદ્ધિના રવાડે ચડ્યું છે...! અલબત, સારી કામગીરી કરવામાં આવતી હોય તો આવકાર્ય છે... પણ જે પ્રચાર-પ્રસિદ્ધિ કરવામાં આવે છે તે તંત્રના જે-તે વિભાગની દૈનિક-રૃટીન મુજબની કામગીરી છે અને જે-તે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને આ કામગીરી કરવા ફરજ બજાવવાનો જ પગાર પણ મળે જ છે.
એક ધૂળ ખેંચવાનો ખટારો દરરોજ રાત્રે શહેરમાં ફરે અને તેના કિ.મી.ના આંકડા સાથે સફાઈ કામ થયું તે બાબતની પ્રસિદ્ધિ હાસ્યાસ્પદ લાગે છે... તેમ વળી દરરોજ વોર્ડવાઈઝ સફાઈના કામોની વાત કરીએ તો સફાઈ વિભાગની તો આ કામગીરી છે જ, તે કરે તેમાં નવાઈ પામવા જેવું કે, જનતાને નવાઈ પમાડવા જેવું કોઈ મોટું કામ થતું નથી..!
આટલી પ્રચાર-પ્રસિદ્ધિમાં ક્યાંક આખે આખું કોળું દાળમાં જેવી સ્થિતિ પણ છે જ.
જામનગર શહેરની મધ્યમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં કો.કો. બેંક તથા જે.પી. બેંકની પાછળની ગલી કદાચ મનપા તંત્રની હકુમતમાં કે કાર્યક્ષેત્રમાં આવતી હોય તેમ જણાતું નથી... સટ્ટા બજારથી બેંક સુધીની આ ગલી ખાઉધરી ગલી પણ કહેવાય છે. અહીં ગાંઠીયા, ભેલ, ઘુઘરા, ઈડલી, ભજીયા, પરોઠા-શાકવાળાની લારીઓ ઊભી રહે છે.
આ ગલીમાં જાહેરમાં લોકો છડેચોક લધુશંકા તો કરે જ છે, પણ આસપાસના લોકો અહીં શૌચકર્મ પણ પતાવે છે...! આ ગલીમાં અવરજવર કરતા લોકોને મોઢા ઉપર-નાક ઉપર રૃમાલ રાખવો પડે તેમ દુર્ગંધ ફેલાયેલી રહે છે અને ચોમેર આ ગંદવાડ ફેલાયેલો રહે છે.
વોર્ડવાઈઝ સફાઈમાં મનપા તંત્રના સફાઈ વિભાગને આ ગલીમાં સફાઈ કરવાનું ક્યારેય ધ્યાનમાં આવ્યું નથી. નવાઈની વાત તો એ છે કે, આટલી ગંદકી-દુર્ગંધ વચ્ચે પણ અહીં ખાણી-પીણીની લારીઓ ઊભી રહે છે..!
આ ગલીમાં નિયમિત સફાઈ કામ થાય તેવી ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag