Advertisement
Author: નોબત સમાચાર

હોળી-ધૂળેટી પર્વે દ્વારકા-ડાકોરના ફૂલડોલ ઉત્સવ માટે એસ.ટી. દોડાવાશે ૬૮૦૦ એકસ્ટ્રા ટ્રીપ

તહેવારોના કારણે થતી ભીડમાં પણ

ખંભાળીયા તા. ૪ઃ રાજયના વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં એસ.ટી. દ્વારા ૬૮૦૦ એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજયમાં હાલ હોળી-ધૂળેટીના તહેવારોમાં દ્વારકા તથા ડાકોરમાં ફૂલડોલ ઉત્સવ થતો હોય તથા વિશાળ સંખ્યામાં શ્રમિકો વતનમાં તહેવારો માટે પણ જતા હોય, રાજય સરકાર દ્વારા ખાસ એસ.ટી.ની ટ્રીપોનું આયોજન વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

મુસાફરોને તહેવારો દરમિયાન ભીડનો અનુભવ ના થાય તથા હાલાકી ના પડે તે માટે ૬૮૦૦ એકસ્ટ્રા ટ્રીપ માટે બસો ફાળવવામાં આવી છે, જેમાં શ્રમિકો માટે છોટા ઉદેપુર, પંચમહાલ જવા માટે ૪ર૩૦ ટ્રીપ, વડોદરા, ડાકોર, નડીયાદ, અમદાવાદ અને ગોધરા માટે રપ૦૦ જેટલી ટ્રીપ તથા જુનાગઢ, પોરબંદર, સોમનાથ ખાતેથી નવી ૭૦ ટ્રીપો શરૃ કરવામાં આવી છે. જેથી તહેવારોની ભીડમાં પણ લોકો આરામથી એસ.ટી. બસમાં મુસાફરી કરી શકે તથા યાત્રાધામોમાં જવા તથા પરત ઘેર જવામાં કોઈ પરેશાની ન થાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh