Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક ચૂંટણીઓમાં ગૂપ્ત સમજૂતિ થાય તેવી સંભાવના
નવી દિલ્હી તા. ૪ઃ રાજનીતિમાં કોઈ પાર્ટી અન્ય પાર્ટીની કાયમી દોસ્ત કે દુશ્મન હોતી નથી, તે પૂરવાર કરતાં ઘણાં દૃષ્ટાંતો મળે, પરંતુ પરસ્પરકટ્ટર વિરોધી પાર્ટીઓ હવે પ. બંગાળમાં પંચાયતોની ચૂંટણીઓમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને હટાવવા એક જૂથ થઈ રહી હોવાના અહેવાલોએ સૌને ચોંકાવી દીધા છે, અને દેશની રાજધાની સુધી આ ગૂપ્ત સમજૂતિ માટે ચક્રો ગતિમાન થયા હોવાનું કહેવાય છે.
છેલ્લા એક દાયકાથી વધુ સમયથી મમતા બેનર્જી પ.બંગાળમાં સત્તારૃઢ છે, હવે પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે મમતા બેનર્જીને ઘેરવા ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ગૂપ્ત સમજૂતી કરી રહ્યા હોવાના અહેવાલો પછી પ.બંગાળમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે અને હિલચાલ તેજ બની ગઈ હોવાના અહેવાલો છે.
કોંગ્રેસના એક રાષ્ટ્રીય નેતાએ આ પ્રકારની સ્થાનિક કક્ષાએ સમજૂતિ થાય, તો તેમાં રાષ્ટ્રીય નેતાગીરીનાં કોઈ અંકુશ હોતો નથી, અને લોકલ નેતાગીરી નિર્ણય લઈ લેતી હોય છે, તેવા પ્રત્યાઘાતો આપતા આ પ્રકારની અટકળોને વેગ મળ્યો હતો, અને તે પછી સ્થાનિક કક્ષા તથા પ્રાદેશિક કક્ષાના ભાજપના નેતાઓના એવા પ્રત્યાઘાતો સામે આવ્યા છે. આગામી ઉનાળામાં પ. બંગાળમાં થનારી સ્થાનિક ચૂંટણીઓમાં મમતા બેનર્જીની પાર્ટીની ગુંડાગીરી અને હિંસા સામે સ્થાનિક કક્ષાએ અન્ય રાજકીય પક્ષો એક જૂથ થાય, તેવું એટલા માટે બની શકે કે, ગામડાઓમાં લોકો અંદરો-અંદર મળીને આ પ્રકારની સમજુતિ કરી લેતાં હોય છે. કાંઈક આવા જ પ્રત્યાઘાતો ડાબેરી પક્ષો, સામ્યવાદી, માર્ક્સવાદી, ફોરવર્ડ બ્લોક વગેરેના વર્તુળોમાંથી મળ્યા હોવાનું કહેવાય છે.
આ પ્રકારની ચર્ચા કોલકાતાથી દિલ્હી સુધી પહોંચી અને રાજધાની દિલ્હીમાં પણ તે અંગે ચર્ચા થવા લાગી. પ. બંગાળમાં પંચાયતોની ચૂંટણીઓ પણ રાજકીય પ્રતીકો પર લડાતી હોય, તો આ પ્રકારનું ગઠબંધન જ મળતાં ને ઘેરી શકે તેવો રાજકીય નિષ્ણોતનો અભિપ્રાય છે.
એક તરફ આગામી વર્ષ-ર૦ર૪ની ચૂંટણી એકલા હાથે લડવાનું જાહેર કર્યું, તે પછી મમતા બેનર્જી સામે ભાજપને અનુકૂળ થવામાં આક્ષેપો થઈ રહ્યા હતાં, ત્યારે પંચાયતોની ચૂંટણીઓને લઈને થઈ રહેલ આ અટકળો કાંઈક અલગ જ ચિત્ર ઉભુ કરે છે. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag