Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજારો પદયાત્રીઓ પણ કેવી રીતે જાય?
જામનગર તા. ૪ઃ હિન્દુત્વની વાતો કરીને સત્તા મેળવ્યા પછી સુવિધામાં વધારો કરવાના બદલે ઘટાડો કરવામાં આવી રહ્યા છે. હાલ ફૂલડોલ ઉત્સવમાં હજારોની સંખ્યમાં ભક્તો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે પરંતુ રેલવે દ્વારા વધારાની ટ્રેન ફાળવવાની તસ્દી લેવામાં આવી નથી.
પ્રતિ વર્ષ ફૂલડોલ ઉત્સવમાં આવતા પદયાત્રીઓ માટે રેલવે દ્વારા હોળી-ધૂળેટી સ્પેશ્યલ ટ્રેન ફાળવવામાં આવતી હતી પરંતુ આ વર્ષે વધારાની ખાસ ટ્રેન ફાળવવામાં આવી નથી. પરિણામે હજારો યાત્રિકો જે હજુ પણ દ્વારકા પહોંચી રહ્યા છે તેમને પોતાના ઘેર પરત જવા માટે વાહનની સગવડતાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પદયાત્રિકો ઉપરાંત પણ રેલવે-બસ અન્ય વાહનો દ્વારા હજારો યાત્રિકો ઉમટી રહ્યા છે. તેની સાથે પરિવહન સેવાઓ ટૂંકી પડી રહી છે.
જામનગર રીજીયન પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદનભાઈ પંડ્યાએ એક રજુઆતમાં જણાવ્યું છે કે રેલવેના અધિકારીઓ મુસાફરોની સેવા બાબતે રસ દાખવતા ન હોય તેમ જોવા મળી રહ્યું છે. હકીકતે દ્વારકાની ખાસ વધારાની ટ્રેન અમદાવાદ સુધી દોડાવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag