Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૦૮ ઈમરજન્સી સેવા અદ્યતન ટેકનોલોજીથી ભરપૂર અને સંપૂર્ણપણે પેપરલેસ બનાવીઃ ઋષિકેશ પટેલ

આરોગ્યમંત્રીએ ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ લોન્ચ કરી

ગાંધીનગર તા. ૪ઃ રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ લોન્ચ કરતા જણાવ્યું છે કે, રાજ્યની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ દેશમાં અગ્રીમ હરોળની બની છે.

સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજય છે કે જ્યાં ૧૦૮ ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે. ૧૦૮ ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવેલ છે. આરોગ્યમંત્રીએ ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ લોન્ચ કરી.

ઋષિકેશ પટલે લોન્ચિંગ સમયે કહ્યું કે, રાજયમાં પથરાયેલા ૮૦૦ થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાને રિસ્પોન્સ ટાઈમ સરેરાશ ૧૬ મિનિટ કર્યો છે. ટેકનોલોજીનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્દઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મોબાઈલ એપનો જનતા મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

૧૦૮ સિટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કર્યા સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સ પસંદ કરી ઘટના સ્થળે બોલાવી શકાશે. કોલ કરનાર વ્યક્તિ અને ઘટનાસ્થળની લેટ-લોંગ સહિત સચોટ માહિતી ગુગલ-મેપમાં લાઈવ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. કોલ કરનાર વ્યક્તિ અને ઘટનાસ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે અને ત્વરિત સચોટ માહિતી મોબાઈલ એપ થકી મેળવી શકાશે.

૧૦૮ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે-તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતિત નહીં થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવીંગની કામગીરી કરી શકશે. ૧૦૮ સિટીઝન મોબાઈલ એપમાં ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલિટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે. જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે.

ખાસ કરીને પ્રસૂતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી ર૪ કલાક ડિલ્વિરી સેવા આપતી મહત્ત્વની સરકારી, ખાનગી હોસ્પિટલો, એસએનસીયુ હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વિગેરે સરળતાથી મેળવી શકાશે.

રાજયના કોઈપણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટનાસ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ મેપમાં નેવિંગેટ દ્વારા આપમેળે જ મળી શકશે. ઘટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૃટ મેપ અને અંદાજીત સમય (ઈટીએ) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે, જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનિયતા પ્રતિપાદિત થઈ શકશે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સૂચના કે અભિપ્રાય પણ આ એપના માધ્યમથી રેટિંગ થકી આપી શકશે. તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. ૧૦૮ સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલીવાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે. તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે. ૧૦૮ મોબાઈલ એપ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh