Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળી કામગીરીવાળા કર્મચારી સામે આકરા પગલાંઃ
જામનગર તા.૪ ઃ જામનગરની મુલાકાતે ધસી આવેલા વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટરે ગઈકાલે કેટલીક કામગીરી અંગે મહત્ત્વના સૂચનો કરવા ઉપરાંત રીવ્યુ મિટિંગમાં ખામીગ્રસ્ત મીટરના રીડર બાબતે ત્રણ મીટર રીડરની બદલી કરી આકરા પગલાંની ગર્ભીત ચેતવણી આપી છે.
જામનગરની સ્થાનિક ૫ીજીવીસીએલ કચેરી તેમજ જીયુવીએલએન-વડોદરાની વિજીલન્સ ટીમે ખટીયા-બેરાજા ગામમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી એક ભરડીયામાંથી રૃા.૧ કરોડ ૪૨ લાખની વીજચોરી પકડી પાડી હતી.
આ ભરડીયાના સંચાલક નજીકમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી લંગર નાખી વીજવપરાશ કરતા હોવાનું ખૂલ્યા પછી ગુરૃવારે સાંજે પીજીવીસીએલના એમ.ડી. વરૃણકુમાર બરનવાલ જામનગર દોડી આવ્યા હતા.
તેઓએ જામનગરના સુપ્રિ. એન્જિ. સહિતના વીજ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા પછી વીજ ખાદ્ય ઘટાડવા, વીજબીલની બાકી રકમની વસૂલાતની કામગીરી તેજ બનાવવા ઉપરાંત ખામીગ્રસ્ત વીજ મીટરોના રીડીંગ માટે ગયેલા ત્રણ મીટર રીડરની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી હતી.
આ અધિકારીએ આવતા વર્ષમાં કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજનાના સફળતાપૂર્વક અમલીકરણ માટે જરૃરી આયોજનરૃપે લેવાના થતા પગલાઓ અંગે ચર્ચા પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag