Advertisement
Author: નોબત સમાચાર

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સલાહકાર સમિતિની બેઠક

જામનગર જિલ્લા પંચાયત ભવનમાં

જામનગર તા. ૪ઃ જામનગર જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં જન્મપૂર્વે નિદાન ટેકનિક (નિયમન અને દૂરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૯૪ (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ) અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જન્મપૂર્વે એટલે ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના ગેરકાયદે જાતિ પરીક્ષણ અટકાવવા માટેના વિવિધ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં સમિતિના સદસ્યશ્રીઓએ સમગ્ર જિલ્લાની હોસ્પિટલમાં કાર્યરત સોનાગ્રાફી, સી. ટી. સ્કેન અને એમ. આર. આઈ. મશીન માટે પી. સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળની જોગવાઈઓનું અમલીકરણ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અને ઈન્સપેક્શનની કામગીરીની સમીક્ષા કરી હતી. સમિતિના સત્રના ત્રીજા ક્વર્ટરમાં ક્લિનિક રજિસ્ટ્રેશન અને મંજુરીકરણની ૯૮% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ચોથા ક્વર્ટરમાં ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવશે. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. હારુન ભાયાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

સમિતિના ભૂતપૂર્વ ચેરમેન કમળાબેન સીમરીયાનું અવસાન થયું હોવાથી નવા સભ્યની નિમણૂક બાબતે પરામર્શ કરાયો હતો. આ તકે, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. એન. કન્નર, જિલ્લા બાળ અને પ્રજનન અધિકારી ડો. નૂપુર પ્રસાદ, સર્વોદય મહિલા મંડળના પ્રોજેક્ટ મેનેજર હેતલ અમેથિયા, જી. જી. હોસ્પિટલ સ્ત્રી રોગ વિભાગના અદ્યાપક ડો. તૃપ્તિ નાયક, માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યાપક ડો. રશ્મિકા પરમાર, બાળ વિભાગના અધ્યાપક ડો. નમ્રતા પરમાર, જિલ્લા આરોગ્ય કો-ઓર્ડીનેટર યજ્ઞેશ ખારેચા તેમજ સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh