Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉધના યાર્ડ રિમોડલિંગના કારણે
રાજકોટ તા. ૪ઃ મુંબઈ ડિવિઝનના ઉધના યાર્ડમાં રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
જેમાં રદ કરાયેલી ટ્રેનોમાં (૧) ૦૪-૦૩-૨૩ના બાંદ્રાથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ અને (૨) ૦૫-૦૩-૨૩ના જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ રદ રહેશે.
જ્યારે ડાયવર્ટ કરેલા રૃટ પર દોડતી ટ્રેનોમાં (૧) ૦૫-૦૩-૨૩ના ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૦૫ ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૃટ વાયા છાયાપુરી-નાગડા-મકસી-સંત હીરદારામનગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં વડોદરા, ભરૃચ, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા અને બડનેરાનો સમાવેશ થાય છે. (૨) ૦૫-૦૩-૨૩ના રાજકોટથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૩૭ રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૃટ વાયા છાયાપુરી-નાગડા-મક્સી-સંત હિરદારામનગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં વડોદરા, ભરૃચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર અને ખંડવાનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag