Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર અંકોવાળા હોલમાર્કિંગ સદંતર બંધઃ
નવી દિલ્હી તા.૪ઃ દેશમાં હોલમાર્ક વિનાની જ્વેલરી ૩૧ માર્ચ, ર૦ર૩ પછી માન્ય રહેશે નહીં, હકીકતમાં કેન્દ્ર સરકારે સોનાના ઘરેણાં ખરીદવાના નિયમમાં મોટો ફેરફાર કર્યાે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે માહિતી આપી છે કે ૩૧ માર્ચ પછી હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) વગર કોઈ પણ જ્વેલરી ટકી શકશે નહીં. ઉપભોક્તા મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય અને ૬ અંકના હોલમાર્કિંગની ગૂંચવણને લઈને લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે માત્ર ૬ નંબરના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય રહેશે. આના વિના સોનાના દાગીનાનું વેચાણ કરવું માન્ય રહેશે નહીં.
આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે હવે ચાર અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણ બંધ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં નકલી દાગીનાના વેંચાણને રોકવા માટે સરકારે દોઢ વર્ષ પહેલા પ્રયાસો શરૃ કર્યા હતાં. હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) નંબર જ્વેલેરીની શુદ્ધતાને ઓળખ છે. આ ૬ અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે જેના દ્વારા ગ્રાહકોને સોનાના દાગીના વિશેની તમામ માહિતી મળે છે. આ કોડ દ્વારા છેતરપિંડીના કેસોમાં ઘણો ઘટાડો થયો છે. આ નંબર દરેક જ્વેલરી પર લગાવવામાં આવે છે. આવી સ્થિતીમાં, ૧ એપ્રિલથી દુકાનદારો હોલમાર્ક વિના જ્વેલરી વેચી શકશે નહીં, જ્યારે ગ્રાહકો હોલમાર્ક વિના જૂના ઘરેણાં વેચી શકશે. દેશભરમાં કુલ ૧૩૩૮ હોલમાર્કિંગ સેન્ટર છે. તેમને જણાવી દઈએ કે આ સેન્ટર દેશના ૮પ ટકા ભાગમાં છે અને બાકીના ભાગોમાં વધુ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. સુક્ષ્મ કક્ષાના યુનિટોમાં ક્વોલીટી કલ્ચરને પ્રોત્સાહન આપવા એવું નક્કી થયું કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆએસ) સર્ટીફીકેશન, મિનીમમ માર્કીંગ ફીમાં વિભીન્ન ઉત્પાદનોની સર્ટીફીકેશન યોજનાઓમાં ૮૦ ટકા કન્સેશન આપશે. સોનાનું હોલ માર્કિંગ એ આ કિંમતી ધાતુનું શુધ્ધતા સર્ટીફીકેટ છે. ૧૬ જૂન ર૦ર૧ સુધી તે મરજીયાત હતું. ત્યાર પછી સરકારે તેનો તબક્કાવાર અમલ કરાવવાનું નક્કી કર્યું હતું અને પછી બીજા તબક્કામાં વધુ ૩ર જીલ્લાઓ ઉમેરીને કુલ ર૮૮ જીલ્લાઓ કરાયા હતાં. હવે પ૧ વધુ જીલ્લાઓ ઉમેરાઈ રહ્યા છે.
એક ઓફીશ્યલ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે ૧ એપ્રિલ ર૦ર૩થી એચયુઆઈડી નંબરવાળા જ સોનાના ઘરેણાંઓ વેચી શકાશે. ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ નિધી ખરેએ કહ્યું કે ગ્રાહકોના હિતમાં એવું નક્કી કરાયું છે કે ૩૧ માર્ચ પછી સોનાના ઘરેણાં અને અન્ય ઘરેણાંઓ એચયુઆઈડી વગર વેચવાની પરવાનગી નહીં અપાય. તેણીએ કહ્યું કે અત્યારે ચાર આંકડાના અને ૬ આંકડાના એચયુઆઈનો ઉપયોગ થાય છે. નવા હોલમાર્ક ન્યુમેરિક અને અક્ષર સાથે મળી બનેલા હશે, ગ્રાહકો જુનુ સોનું હજુ દુકાનદારને વેંચી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag