Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી, પોલીસે ધરાર ન નોંધીઃ
જામનગર તા.૪ ઃ જામનગરના સિક્કાના પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાના પર દુષ્કૃત્ય થયું હોવાની રજૂઆત કરી હોવા છતાં પોલીસે તેણીની ફરિયાદ ના નોંધી માત્ર અરજી લેતાં આ મહિલાએ અદાલતનો આશરો લીધો છે. અદાલતે એફઆઈઆર નોંધવા અને ફરિયાદ માટેના જવાબદાર સામે તપાસ કરવા એસપીને આદેશ કર્યાે છે.
જામનગર તાલુકાના સિક્કા ગામના ચાપરાજ હજાણી ગામના શખ્સે ગઈ તા.૨૩ના દિને ભેંસ ચરાવવા આવેલા એક મહિલાને સીમમાં રોકી લીધા હતા. તે પછી આ શખ્સે લગ્ન કરવા માટે સાથે આવવાનું કહેતા આ મહિલાએ પોતે અગાઉથી પરિણીત હોવાનું કહેતા ચાપરાજ અને તેની મોટરમાં સાથે આવેલા જયદેવ મેરા, નાગસુર હાજાણી, મારગુણ હાજાણી, બુધા હાજાણી, દેપાર હાજાણી નામના શખ્સોએ આ મહિલાને બળજબરીથી મોટરમાં બેસાડી લીધા હતા.
ત્યારપછી ચાપરાજે તું છૂટાછેડા લઈ લે, હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી છરી બતાવી આ મહિલાને ચૂપ રહેવા ધમકી આપી હતી અને તે પછી કોઈ ખેતરમાં લઈ જવાયેલા આ મહિલાને નોંધી રાખી ચાપરાજે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મહિલાને કોઈને વાત કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી જવા દેવાયા હતા. તે દરમિયાન આ મહિલાના પરિવારે પોલીસમાં ગુમનોંધ જાહેર કરી હતી. સિક્કા પોલીસે તે મહિલાનું નિવેદન નોંધ્યું હતુું. જેમાં તેણીએ કંઈ જણાવ્યું ન હતું પરંતુ પરિવાર પાસે તેણીએ ચાપરાજની હરકત વિશે જણાવ્યા પછી આ મહિલા અને તેણીનો પરિવાર ફરિયાદ કરવા સિક્કા પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. જ્યારે પોલીસે એફઆઈઆર નોંધવાને બદલે અરજી લીધી હતી. તે પછી પોલીસ સ્ટેશનમાં આરોપીઓને બોલાવાતા આ શખ્સોએ તે મહિલાના લગ્ન ચાપરાજ સાથે થઈ ગયા છે તેમ જણાવતા આ મહિલાએ પોતે અભણ છે, બળજબરીથી અંગુઠા મરાવી લેવાયા છે તેમ જણાવ્યું હોવા છતાં પોલીસે વાત સાંભળી ન હતી અને ફરિયાદ નોંધી ન હતી.
તે પછી આ મહિલાએ અદાલતમાં ફરિયાદ નોંેંધાવતા અદાલતે મહિલાની તરફેણમાં હુકમ કરી જણાવ્યું છે કે, તેણીની ફરિયાદ મુજબની એફઆઈઆર નોંધી અને સિક્કા પોલીસે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી ન હોય તેની સામે એસપીએ ખુદ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા. ફરિયાદી મહિલા તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag