Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ ભાષામાં પ્રશ્નપત્રો ઉપલબ્ધ હશે
ગાંધીનગર તા. ર૧ઃ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, તે મુજબ ત્રીજી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડીપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ,બી. અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવેે છે. ત્યારે આગામી સમયમાં યોજવા જઈ રહેલી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજકેટની પરીક્ષા ૩ એપ્રિલ ર૦ર૩ ને સોમવારના ૧૦ વાગ્યે જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં યોજાશે. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યભરમાંથી ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના ૮૩ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના પ૦ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૬ર૬ બિલ્ડિંગના ૬ હજાર પ૯૮ વર્ગખંડમાં પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના એક ઠરાવ મુજબ વર્ષ જૂન-ર૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. એનસીઈઆરટી આધારીત ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ ગુજકેટ-ર૦ર૩ ની પરીક્ષા માટે રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag