Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિમોલિશન માટે રર૦ કિલો એકસ્પ્લોઝીવનો ઉપયોગઃ ૭ર મિલરમાં કરાયા એક સાથે બ્લાસ્ટઃ ટોળા ઉમટ્યા
સુરત તા. ર૧ઃ સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું હતું અને ૮પ મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એકસપ્લોઝિવ ટેકનોલોજીથી તોડી પાડ્યું હતું આ માટે ૭ર પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરાયા હતા આ ડિમોલિશન જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
સુરતમાં ઉત્રાણા પાવર સ્ટેશનમાં ૩૦ વર્ષ જૂન કૂલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ઉત્રાણા પાવર સ્ટેશનના કૂલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી ૮પ મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે ૭ર પિલરમાં બ્લાસ્ટ કરાયા હતાં. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતાં.
આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૃ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઈમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે એના ઉપર આ એકસપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય, એ પ્રકારની ટેકનોલોજી હોય છે, જેથી કરીને આસપાસના અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.
સરકારી પાવર સ્ટેશનોની અંદર જે ટાવરો હોય છે એના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. એના નિર્માણ બાદ ૩૦ થી ૩પ વર્ષ બાદ એને ડિમોલિશન કરવાનો હોય છે. સુરત ઉત્રાણા ફૂલિંગ ટાવર વર્ષ ૧૯૯૩ માં બનાવવામાં આવ્યો હતો. એને ર૦૧૭ માં ૩૦ વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા કૂલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઈ લેવાયો હતો. એને આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ડિમોલિશન કરવામાં આવ્યો હતો.
કૂલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંટ્રોલ એકસપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ ૮પ મીટર છે અને એના ૭ર જેટલા પિલર આવ્યા હતાં. પિલરમં હોલ કરવામાં આવ્યા અને એમાં પ્રવાહી સ્વરૃપનું એકસપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એકસપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી એકસપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેકિનલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર ર૦ જેટલા હોલ કરવામાં આવ્યા હતા અને એ હોલની અંદર આ એકસપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યા હતાં.
ઉત્રાણા પાવર સબ સ્ટેશનની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કૂલિંગ ટાવરની આજુબાજુ પોલીસ જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. સબ સ્ટેશનની ઓછામાં ઓછા ર૦૦ મીટરના અંતર સુધી કોઈ પ્રવેશે નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડા સમય માટે નજીકથી વાહનોના પણ પસાર થવા દેવામાં આવ્યા નહીં. પોલીસની પીસીઆર વાન પણ સતત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
ફલિંગ ટાવર સિમેન્ટ કોંક્રીટના મટીરિયલથી બન્યો હોવાથી બ્લાસ્ટ થતાની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ થયો તેમજ ધૂળની ડમરીઓ સર્જાઈ હતી. સિમેન્ટ કોંક્રીટની ધૂળની ડમરીઓ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાશે અને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા તો આંખમાં પણ સિમેન્ટ કોંક્રીટના રજકરણો જાય તો નુક્સાન થઈ શકે એમ હોવાથી અગાઉથી સર્વે કરાયો હતો.
લોકોએ આ સમય દરમિયાન અવાજ આવે તો એનાથી કોઈપણ પ્રકારે ભયભીત ન થવા માટે કહેવામાં આવ્યું હતું. પોતાના પ્લાન્ટના કર્મચારીઓ પણ કુલિંગ ટાવર નજીક ન જાય એના માટે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતાં. ડિમોલિશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. ફાયર સેફ્ટી માટેનું પણ પહેલાથી જ આયોજન કરી દેવાયું હતું.
ઉત્રાણ પાવર સ્ટેશનના ઈન્ચાર્જ આર.આર. પટેલે જણાવ્યું હતું કે, કુલિંગ ટાવરને ઉતારી લેવા માટેની પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. સંબંધિત તમામ વિભાગને લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી હતી. અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સૂચના આપી દેવામાં આવી હતી. આસપાસના રસ્તાઓ બંધ રહે એ માટે પણ અમે ખાસ કાળજી રાખી હતી.
કૈલાસ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઈન્ચાર્જ પદમગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કુલિંગ ટાવરના જે ૭ર જેટલા પિલરો છે, એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા હતાં. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પૂરા પાડવામાં આવ્યા હતાં. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યારપછી રિમોટ કન્ટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. માત્ર પ સેકન્ડમાં જ આ વિશાળ કુલિંગ ટાવરને ધ્વસ્ત કરી દેવાયો છે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગરમાં કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ બીજી ઘટના છે. જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૂલિંગ ટાવર ઉતારવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag