Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુનિયાના ઘણાં દેશોમાંથી રઘુવંશીઓ પહોંચ્યાઃ શુભેચ્છાઓ પાઠવાઈ
ભાટિયા તા. ર૧ઃ રઘુવંશી જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહાજન મહા પરિષદ દ્વારા આફ્રિકામાં તા. ૧૯ થી ર૩ માર્ચ સુધી બિઝનેસ મિટિંગનું આયોજન થયું છે. જેમાં અનેક દેશના રઘુવંશીઓ જોડાયા છે.
આ બિઝનેસ મિટિંગમાં ભાગ લેવા હાલાર પંથકના રઘુવંશી યુવાનો પહોંચ્યા છે. જેમાં જામનગરના પાર્થ કૈલાષભાઈ બદીયાણી, રાજ રમેશભાઈ પોપટ, ખંભાલીયાના જયેશભાઈ ગોકાણી, હિતેષભાઈ તન્ના, ધવલભાઈ ગોકાણી, કિશન તન્નાનો સમાવેશ થાય છે.
વેપાર-ધંધા સાથે સામાજિક વિકાસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાર્થક કરવાના હેતુથી હાલાર પંથકના અનેક યુવા વેપારી આફ્રિકા જવા રવાના થયા હતાં.
સ્થાનિક વેપારીઓ સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો દિનેશભાઈ દત્તાણી, અનિલભાઈ તન્ના, નિલેષભાઈ કાનાણી, રમણીકભાઈ રાડીયા, અરૃણભાઈ મજીઠીયા, પ્રતાપભાઈ દત્તાણી, કૈલાષભાઈ બદીયાણી, પરિમલ દાસાણી, ગોધુભાઈ મોદીએ શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag