Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણ પલટાયું
નવી દિલ્હી તા. ર૧ઃ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજયોમાં કમોસમી વરસાદનું એલર્ટ અપાયું છે.
હાલમાં દેશમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. દેશભરમાં અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળે છે. આજે પણ સવારથી અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં સપનાની નગરી મુંબઈની વાત કરવામાં આવે તો ત્યાં પણ સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કરી દીધું છે. તો બીજી તરફ ઉત્તર પશ્ચિમમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આઈએમડી અનુસાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે.
માત્ર મુંબઈ જ નહીં, દેશના અલગ-અલગ ૧૨ રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag