Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખોડિયારનગરમાં રાત્રે જુગાર રમતા છ મહિલા સહિત નવ ઝબ્બે

બાલવામાંથી જુગટુ રમતા ચાર મહિલા સહિત સાત પકડાયાઃ

જામનગર તા.૨૧ ઃ જામનગરના ગોકુલનગર પાસે ખોડિયારનગરમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા છ મહિલા સહિત નવને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે જામજોધપુરના બાલવા ગામમાંથી ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં ગઈરાત્રે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી રાત્રે સાડા બાર વાગ્યે સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમતા ચોથાભાઈ રણછોડભાઈ રાંદલપરા, રોહિત રમેશભાઈ મકવાણા, ભીખુ ઉર્ફે પરેશ પોલાભાઈ ડાંગર, મંજુબેન બાલાભાઈ કોળી, સવિતાબેન મનોજભાઈ સિહોરા, મીનાબેન નાગજીભાઈ મકવાણા, ગીતાબેન કરશનભાઈ ડાભી, મનિષાબેન કરશનભાઈ સિહોરા, કિરણબેન બાવનજીભાઈ ડાભી નામના નવ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧૧,૨૨૦ રોકડા પોલીસે કબજે કર્યા છે.

જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં ઈન્દિરા સોસાયટી પાસેના વણકર વાસમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા ગૌતમ હમીરભાઈ ધુડા, વિનોદ લાભુભાઈ ધુડા, હસમુખ ઉર્ફે ભોલો દાનજીભાઈ સીંગરખીયા, પાલાભાઈ કારાભાઈ ચુડાસમા, દિવ્યાબેન હસમુખભાઈ સીંગરખીયા, ભારતીબેન બાબુભાઈ ભાદરકા, હંસાબેન પોલાભાઈ ચુડાસમા નામના સાત વ્યક્તિ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૦,૦૫૦ની રોકડ કબજે કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh