Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાડાની જમીનનો વિવાદ વધુ વકર્યોઃ મુખ્યમંત્રીને પત્ર
જામનગર તા. ર૧ઃ જામનગરમાં જાડા વિસ્તારમાં જ્યાં જમીનનો એકફૂટનો ભાવ ૩૦૦૦ રૃપિયા જેટલો ચાલે છે. ત્યાં વર્ષ-ર૦૦૩-ર૦૦૪ માં હરરાજીથી જમીન વેંચવા માટે રૃકજાવનો અભિપ્રાય છતાં અને વર્ષ-ર૦૧ર થી દસ્તાવેજની કામગીરી અટકેલી હતી. તે વર્ષ-ર૦રર માં દસ્તાવેજો કરી નાંખવાની પ્રક્રિયા થઈ હતી. તે રદ્દ કરવાની માંગણી સામે જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પરમારે રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
તેમણે મુખ્યમંત્રીને પાઠવેલ રજૂઆત પત્રમાં ૧૭ મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. જેમાં મુખ્યત્વે મુદ્દાઓ જોઈએ તો હાલ જ્યાં ત્રણ હજાર રૃપિયા એક ફૂટ જમીનનો ભાવ છે તેવી જમીનનો દસ્તાવેજ કરી આપવા વખતે બજાર ભાવ મુજબ દસ્તાવેજ થયો હોત તો સરકારને કરોડો રૃપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઈ હોત, જાડા દ્વારા પાવર ઓફ એટર્ની આપીને દસ્તાવેજ માટે નિમાયેલ કર્મચારીને કાયદાની રીતે કેટલા સક્ષમ કે અધિકૃત ગણાય...? દસ્તાવેજ કરવાનો અધિકાર કોને સોંપવા...?, ક્યા ભાવે દસ્તાવેજો કરવા...? આવી કોઈ સ્પષ્ટતા જાડાની બેઠકમાં કર્યાવિના દસ્તાવેજો કરવામાં આવ્યા હતાં. જે નિયમ મુજબ નથી.
જમીન વેંચાણનો મામલો કાનૂની વિવાદ રીટ સ્વરૃપે હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ આ જમીનના દસ્તાવેજો કરી આપવા તા. પ-૩-ર૦રરની સામાન્ય સભાની બેઠક પહેલા હાઈકોર્ટના વકીલનો અભિપ્રાય તા. ર૩-ર-ર૦ર૩ ના આવ્યો હતો. તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, હાઈકોર્ટમાં મેટર ચાલુ હોય, આવો નિર્ણય લેવા સલાહભર્યો નથી. છતાં સ્થાનિક વકીલના અભિપ્રાય મુજબ કાર્યવાહી થઈ શા માટે તેવી આવશ્યકતા ઊભી થઈ હતી...? છેલ્લા ૧પ વર્ષ સુધી આસામી - જાડા વચ્ચે તાલમેલ થઈ શક્યો નથી અને સપ્ટેમ્બર-ર૦રર માં અચાનક જ બધુ ગોઠવાય ગયું. આ અંગે તપાસ જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag