Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા-રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવનાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધામાં નંબર મેળવી તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા રાજ્ય કક્ષા સુધી પ્રતિનિધિત્વ કરેલ હોય એવા તમામ શિક્ષકો અને બાળકોનું સન્માન બી.આર.સી. ભવન, ખંભાળિયામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય હરિભાઈ નકુમ, મહિલા અને બાળ સમિતિના ચેરમેન પ્રતાપભાઈ પિંડારિયા, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, જિ.પ્રા. શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણિયા, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી કે.એમ. નંદાણિયા, બી.આર.સી. કો.ઓર્ડિ. પી.એસ. રાણા, જિ.પ્રા. શિક્ષણ સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહામંડળના કારોબારી સભ્ય રામભાઈ ખુંટી, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ છૂછર ઘેલુભાઈ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી કરમુર ભોલાભાઈ, મુખ્ય શિક્ષણ સંઘ દેવભૂમિ દ્વારકાના પ્રમુખ રામભાઈ ચાવડા, મુખ્ય શિક્ષક સંઘ દેવભૂમિ દ્વારકાના મહામંત્રી નગાભાઈ રાવલિયા, જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા અધ્યક્ષ સપનાબેન રૃપારેલ, કલ્યાણપુર તાલુકાના કેળવણી નિરીક્ષકશ્રી, સી.આર.સી. કોર્ડિ.શ્રી, આમંત્રિતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. દ્વારકા જિલ્લાનું નામ રોશન કરનાર ૮૬ શિક્ષકો અને ૮૦ વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો.ઓર્ડિ. વિજયભાઈ કણઝારિયા તરફથી કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag