Advertisement
Author: નોબત સમાચાર

શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ-શિવકથા

શ્રી શિવશક્તિ અન્ન ક્ષેત્રના લાભાર્થે

જામનગર તા. ર૧ઃ શ્રી શિવ શક્તિ અન્ન ક્ષેત્રના લાભાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ (શિવકથા) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તા. ર૩/૩ થી તા. ર૯/૩ સુધી બપોરે ૩-૩૦ થી સાંજના ૬-૩૦ વાગ્યા દરમિયાન શ્રી શિવશક્તિ અન્નક્ષેત્ર, 'અન્નપૂર્ણા ધામ', જામનગર-કાલાવડ હાઈ-વે, એસ્સાર પેટ્રોલ પંપ સામે, મોડપર (મતવા) માં યોજવામાં આવી છે. પ્રસિદ્ધ શિવ કથાકાર પ.પૂ. માધુરીબેન ગોસ્વામી સુમધૂર વાણીમાં કથાનું રસપાન કરાવશે.

તા. ર૩/૩ ને ગુરુવારે બપોરે ૩ વાગ્યે નાગેશ્વર મહાદેવ મંદિર, મોડપરથી પોથીયાત્રા નીકળશે. આ કથામાં કથા મહાત્મય, લિંગ ઉત્પતિ, ગુરુ મહિમા, શિવરાત્રિ મહાત્મય, બિલ્વ, ભસ્મ, રૃદ્રાક્ષ, ત્રિપુંડ મહત્મય, શિવાલય મહિમા, કુબેર ચરિત્ર, નારદજી કથા, અભિષેક મહાત્મય, સતિ પ્રાગટ્ય, શિવ તાંડવ સહિતના પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કથા દરમિયાન તા. ર૪/૩ ના રાત્રે ૯ વાગ્યે રમેશગીરીબાપુ ગોસ્વામી અને રૃપલબેન ગોસ્વામી સંતવાણી રજૂ કરશે.

છેલ્લા દિવસની મહાપ્રસાદીના દાતા મહેન્દ્રસિંહ શિવુભા જાડેજા (સરપંચશ્રી, મોડપર ગ્રામ પંચાયત) છે. જ્યારે કથા દરમિયાન વાસણ અને કેટરીંગની નિઃશુલ્ક સેવા અજય ગોપાલ કેટરર્સ-મોડપર ગોપાલભાઈ મોલિયા તરફથી મળેલ છે તેમ નિમંત્રક મહંતશ્રી પ્રકાશગીરી બાપુ (શ્રી શિવશક્તિ અન્નક્ષેત્ર, મોડપર-મતવા) અને ભરતગીરી ગોસાઈ (મો. ૯૮રપ૯ ૩૧૧૮૮) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh