Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ટરપોલે મેહુલ ચોક્સી સામેની રેડકોર્નર નોટીસ પાછી ખેંચતા ભારત સરકારને ઝટકો

પ્રત્યાર્પણના પ્રયાસોને ફટકોઃ ભારતનો જોરદાર વિરોધઃ

નવી દિલ્હી તા. ર૧ઃ મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઈન્ટરપોલે ચોક્સી સામેની રેડ નોટીસ પાછી ખેંચી છે.

ભાગેડુ મેહુલ ચોક્સી સામે ઈન્ટરપોલે જારી કરાયેલી રેડ નોટીસ પાછી ખેંચી છે. ઘટનાક્રમના જાણકાર લોકોએ કહ્યું હતું કે, હીરાના વેપારીની રજૂઆતના આધારે આ નિર્ણય લેવાયો છે. ભાગેડુ મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાં ર અરબ ડોલરની છેતરપિંડીના કેસમાં ચોક્સી ભારતમાં વોન્ટેડ છે. ડિસેમ્બર ર૦૧૮ માં તેનું નામ રેડ નોટીસમાં જોડવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરપોલના વોન્ટેડ લિસ્ટમાંથી ચોક્સીનું નામ હટાવવાનો ભારત સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

જો કે, વૈશ્વિક પોલિસી બોડી તેની સાથે સમત ન થઈ. તેણે પ્રથમ દૃષ્ટિએ ભાગેડુ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય એજન્સીઓ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્ટરપોલની કાર્યવાહીથી જાણીતા લોકોએ કહ્યું કે ચોક્સીએ ગયા વર્ષે તેની રેડ નોટીસની સમીક્ષા કરવા ગ્લોબલ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. આ અંગે તેણે એન્ટીગુઆ અને બાર્બુડામાંથી તેના કથિત અપહરણનો હવાલો આપવામાં આવ્યો હતો.

સૂત્રો મુજબ એક અધિકારીએ કહ્યું, 'અમારા તરફથી (ભારત) તેના આરોપોનો ઈન્ટરપોલમાં સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અમે કહ્યું કે જો તેની રેડ નોટીસ રદ કરવામાં આવે તો તે એન્ટીગુઆ ભાગી શકે છે જ્યાં પ્રત્યાર્પણની કાર્યવાહી નિર્ણાયક તબક્કામાં છે, અને આ સિવાય પણ તે ઘણાં કેસમાં વોન્ટેડ છે.'

એવો દાવો પણ થઈ રહ્યો છે કે, ઈન્ટરપોલની રેડ નોટીસ હટાવવા એફસી સામેની તપાસ અથવા એન્ટીગુઆમાંથી તેને પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો પર કોઈ અસર થશે નહીં તેમજ ચોક્સીએ આરોપ મૂક્યો હતો કે એન્ટીગુઆમાંથી ભારતીય એજન્ટોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારપછી ર૩ મે ર૦ર૧ ના તેને બોટ દ્વારા ડોમિનિકા લઈ જવામાં આવ્યો અને તેના બીજા જ દિવસે તે ડોમિનિકામાં મળી આવ્યો.

ભારત સરકારે તેને ટાપુમાંથી દેશનિકાલ સુરક્ષિત કરવા માટે ર૮ મે ના તપાસ કરનારી એક ટીમ અહીં મોકલવામાં આવી હતી. ખરેખર ચોક્સી અહીંનો નાગરિક ન હતો, પરંતુ તેણે હાઈકોર્ટમાં અપહરણ અને ટોર્ચર કર્યાનો આરોપ મૂકીને હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. ડોમિનિકા સરકારે ચોક્સીને રાહત આપતા ગઈ સાલ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપોને હટાવી દીધા હતાં. પ્રવક્તાએ કહ્યું કે ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના તમામ કેસ ર૦ મે ના પાછા ખેંચવામાં આવ્યા હતાં. હાલમાં ભાગેડુ ચોક્સી ખુશ છે કે ડોમિનિકાની સરકારે મે ર૦ર૧ માં ગેરકાયદે પ્રવેશના તમામ આરોપો પાછા ખેંચી લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh