Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિર-પરિસર રોશનીથી સુશોભિતઃ
વાંકાનેર તા. ર૧ઃ વાંકાનેર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિમાં એકમથી નોમ સુધી માટેલધરામાં દૂર દૂરથી ભકતો પગપાળા ચાલીને માતાજીના દર્શન કરવા માટે આવે છે. તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરે છે.
આ માટેલધરામાં તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. જામનગર જોગવડ ગ્રુપ દ્વારા સમગ્ર મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરને પુષ્પોથી સુશોભિત કરવામાં આવશે. તથા વિવિધ જાતના ફૂલોની રંગોળી પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જોગવડ ગ્રુપના આશરે રપ૦૦ જેટલા ભાવિકો જામનગરથી માટેલ પદયાત્રા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આવે છે. માતાજીના જયઘોષ સાથે વાજતે-ગાજતે આ પદયાત્રા માટેલ પહોંચે છે ઉપરાંત ચૈત્રી નવરાત્રિમાં ઝાલાવાડ, પાંચાળ ભૂમિ, રાજકોટ, કચ્છ, મોરબી, વાંકાનેર, તાલુકામાંથી પણ ભાવિકો પદયાત્રા દ્વારા માતાજીના દર્શનાર્થે પધારે છે. તેમ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિરના મહંત રણછોડદાસબાપુ દૂધરેજીયા, ખોડીદાસબાપુ, જગદીશબાપુએ જણાવ્યું છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag