Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલને રૃા. ર૩ કરોડનું નવું અદ્યતન એમઆરઆઈ મશીન ફાળવાયુંઃ રવિવારે લોકાર્પણ

એમ.પી. શાહ મેડિકલ કોલેજની ખાલી જગ્યાઓ ભરવાની હૈયાધારણઃ

જામનગર તા. ર૧ઃ જામનગરની સરકારી જી.જી.  હોસ્પિટલમાં અંદાજે ૧૩ કરોડના ખર્ચેનવા એમ.આર.આઈ. મશીનનું આગામી રવિવારે લોકાર્પણ થશે. આા માહિતી વિધાનસભામાં અપાઈ હતી, અને આરોગ્ય મંત્રીએ મેડિકલ કોલેજની ખાલી જગ્યાઓ ભરવાની હૈયાધારણ આપી હતી.

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન પ્રશ્નકાળમાં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને નવા અંદાજે ૧૩ કરોડના ખર્ચે અપાયેલા એમ.આર.આઈ. મશીન કે જેનું આવતા રવિવારે લોકાર્પણ થવાનું છે. તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પ્રશ્નકાળ દરમિયાન તેઓએ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ખાલી રહેલી ૮૭ જેટલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં પણ આરોગ્ય મંત્રીએ વિસ્તારથી જવાબ આપ્યા હતાં.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંદાજે ૧૦ કરોડ નહીં, પરંતુ ૧૩ કરોડના ખર્ચે એમ.આર.આઈ. મશીન ખરીદાયું છે, અને તેનું લોકાર્પણ પણ થશે, અને જામનગર શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાની જનતાને તેનો લાભ મળતો થઈ જશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના આરોગ્ય્ મંત્રીને ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા પૂછવામાં આવેલા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં વર્ગ-૧ માં પ્રાધ્યાપકની ૧૧ જગ્યાઓ, એસોસિયેટ પ્રોફેસરની ૧૮ જગ્યાઓ, અને મદદનીશ પ્રાધ્યાપકની પ૮ જગ્યાઓ આમ મળીને કુલ ૮૭ જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, બદલી, રાજીનામા અને લાયક ઉમેદવાર ન મળવાના કારણસર ખાલી રહેતી હોય છે. આ કારણોસર વર્ગ-ર ની કુલ પ૮ જગ્યાઓ ખાલી રહી છે, અને વર્ગ-૩ માટે અધિક્ષક, સ્ટેનોગ્રાફર, સ્ટેનો ટાઈપિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, વગેરે જગ્યાઓ છે. એ પણ એ જ કારણોસર ખાલી રહેલી છે.

આ ઉપરાંત ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રાધ્યાપક, સહપ્રાધ્યાપક, અથવા મદદનીશ પ્રાધ્યાપક એ જગ્યાઓ ભરવા માટે તારીખ રર-૧૦-ર૦૧૯, અને ર૩-૧૦-ર૦૧૯ ના કુલ ૭પ૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માંગણી પત્રકો જી.પી.એસ.સી.માં મોકલવામાં આવ્યા છે, અને આયોગ દ્વારા સીધી ભરતી ભરવા માટેની ૩૦૦ ઉમેદવારની ભલામણ કરી દેવામાં આવી છે, અને તેમાંથી ર૭૭ જેટલા ઉમેદવારોને સીધી ભરતીથી નિમણૂક આપી દેવામાં આવી છે.

૪૧ જગ્યાઓ કે જે જગ્યાઓમાં લાયક ઉમેદવાર ન મળ્યા હોય, એમાં કોઈ ભલામણ નથી મળી, અને ૬૦ જગ્યાઓ માટે નિમણૂક આપવાની કાર્યવાહી હાલ ગતિમાં છે, અને બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે આયોગમાંથી ભલામણ મળશે, એટલે તુરત જ એ જગ્યાઓ ભરી દેવામાં આવશે.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને ધ્યાને લઈને વખતો વખત વીક-ઈન ઈન્ટરવ્યૂ પણ યોજાતા હોય છે, અને ૧૧ મહિનાના કરાર આધારીત પણ તેમાં નિમણૂક આપવામાં આવે છે અને બાકી રહેલી જગ્યા માટે પણ ખાતાકીય બઢતીથી આ જગ્યાઓ ભરવામાં આવે છે. જેમાં વર્ગ-ર માટેની જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવી હોવાનું પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh