Advertisement
Author: નોબત સમાચાર

ઝહરા ફાઉન્ડેશન દ્વારા ઈસ્લામીક સવાલ-જવાબની કોમ્પિટીશન

મેયર બીનાબેન કોઠારી-કોર્પોરેટરો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૨૧ઃ ગત્ તા. રપ-ર-ર૦ર૩ ના ઝહરા ફાઉન્ડેશન દ્વારા રંગુનવાલા હોસ્પિટલ, મોટાપીર ચોક પાસે ઈસ્લામીક સવાલ-જવાબ તથા નાત શરીફની કોમ્પિટીશન યોજવામાં આવી હતી.

આ કોમ્પિટીશનમાં ર૭પ બાળકોએ ભાગ લીધો હતો તથા નાત શરીફની કોમ્પિટીશનમાં ૮૦ બાળકોએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકને ઝહરા ફાઉન્ડેશન દ્વારા રૃા. ૧૧,૧૧૧ નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો તથા નાત શરીફ કોમ્પિટીશનમાં પ્રથમ ક્રમાંક મેળવનારને રૃા. ૭૭૮૬ નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ઉપરાંત ભાગ લેનારા તમામ બાળકોને ઝહરા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલ ઈસ્લામીક સવાલ-જવાબની બુક-કિતાબ, ગીફટ, સર્ટિફીકેશન આપવામાં આવ્યા હતાં. ઝહરા ફાઉન્ડેશન દ્વારા બાળકોને ઈસ્લામીક પાયાનું નોલેજ મળે તેવા ઉદ્દેશથી નમાઝ, ઈમામ, હજ્જ અને જકાત, રોઝા, ઈસ્લામીક અપલાકો-આબાદ તથા વર્ઝૂ વિગેરે ઉપર એક બુક તૈયાર કરવામાં આવી હતી.

જે જામનગરના મશહુર અને મારૃફ મૌલાનાઓ-મૌલાના સૈયદ અબ્બાસ બાપુ, હારીમ, સાજીદ રઝા, હાફીઝ મહેબુબ રઝા, હાફીઝ મહંમદ સલીમ, હાફીઝ ફૈઝલ હશન રઝા, હાફીઝ અકમલ ખીરાની તથા કારી મુઝમ્મિલ અન્સારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમજ નાત શરીફની કોમ્પિટીશનમાં જ્જ તરીકે અબ્દુલ કાદીર બાપુ તથા ફયાઝ બાપુ મદદરૃપ થયા હતાં.

કાર્યક્રમની શરૃઆતમાં કાઝીએ શહેર, જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મોલાના સુલેમાન બારકાતીએ તીલાવતે કરાથી કરી હતી. અને આવી કોમ્પિટીશન થવી જોઈએ તેવું પ્રોત્સાહન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજી, કોર્પોરેટર નુરમામદ પલેજા, રચનાબેન નંદાણીયા, મેમણ સમાજના યુવા અગ્રણી તૌસીફભાઈ ગજાઈ, હારૃનભાઈ આંબલીયા, આદર્શ સ્કૂલના સંસ્થાપક અબરારભાઈ ગજીયા, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટબોર્ડના પ્રમુખ રસીદભાઈ લુસવાલા તથા સેક્રેટરી દસ્તગીર શેખ તથા પૂર્વ સેક્રેટરી યાકુબભાઈ જુવારીયા, ઈમ્તિયાઝ બાપુ તથા પત્રકાર ઝેનુલબાપુ, એડવોકેટ આનંદભાઈ ગોહિલ, આષિસભાઈ માડમ, રંજનબેન ગજેરા, યુનુસભાઈ સમા, આગાઝના નિઝામભાઈ સફિયા, અલ્તાફભાઈ ખીરા, સાજીદભાઈ બ્લોચ, સમાજના અગ્રણી મેહુમદભાઈ, ગફ્ફારભાઈ, ઉમરભાઈ સોઢા, મુખ્તારભાઈ પટણી, જુનેદભાઈ ખીલજી, મુસ્તાકભાઈ ખુરેશી, જુસબભાઈ ખીરા, ઈકબાલભાઈ સુમરા, અનવરભાઈ ગઢકાઈ, એડવોકેટ અબરાર ઘોરી, ઈર્શાદભાઈ તેમજ જમાતના પ્રમુખ તથા કાર્યકરો હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝહરા ફાઉન્ડેશન સંસ્થાપક એડવોકેટ જેનબબેન ખફી તથા ઝહરા ફાઉન્ડેશન પરિવારના સભ્યો હસનભાઈ ખફી, પ્રકાશભાઈ પટેલ, વસીમભાઈ સોરઠીયા, મોહસીનખાન પઠાણ, ઈસરતભાઈ બ્લોચ, સદામભાઈ ખફી, સફીભાઈ કુરેશી, બિલાલભાઈ વાડીવાલા, નિઝામભાઈ તાવ્વ્કલ, મોઈનભાઈ કુરેશી, એડવોકેટ ફૈઝલ ચરિયા, ઈબ્રાહીમભાઈ ખફી (ડોનમામા), અક્રમભાઈ ખફી, આસિફભાઈ ખેરાણી, સકીલ ખફી, ઈનાયતભાઈ લોહાની, આસિફભાઈ સમા, અસ્મતખાન પઠાણ, આસિફભાઈ મકરાણી, ગુડુભાઈ અફઘાની, મોઈન બા-હસન, ઝહિરભાઈ ખફી, રાહિલખાન પઠાણ, રમીઝભાઈ સુભાણીયા, રીયાઝભાઈ મકરાણી, સાજીઝભાઈ દરજાદા, સલીમભાઈ રફાઈ, સલીમભાઈ મલેક, રેહમાનભાઈ બ્લોચ, તૌસીફભાઈ ગોરી, ઈમરાનભાઈ દરજાદા, ઝાફરભાઈ શેખ, સુફિયાનભાઈ દરજાદા, એજાજ સોરઠીયા, રાજુભાઈ જેસાણી તથા લેડીઝ વિંગમાંથી રેશમાબેન કાસ, કરિશ્માબેન સમા, સાહીનબેન આંબલીયા, અસ્માબેન માયા, નફીસાબેન સેતા, આમનાબેન કાસમાણી, શીતલબેન વેરસીયા, નોસીનબેન વાડીવાલા, સબાનાબેન લોહની, મેજબિનબેન જેસાણી, નફીસાબેન રફાઈએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh