Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની રામનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ સહિત ચાર સામે લાંચ અંગે ગુન્હો

વાહન પસાર થવા દેવા માટે રૃા.ર લાખની લીધી લાંચઃ ચારેય આરોપી ઝડપાઈ ગયાઃ

ખંભાળિયા તા.૨૧ ઃ ખંભાળિયાના ઘી ડેમમાંથી કાંપ કાઢવા માટે કોન્ટ્રાક્ટર મેળવનાર આસામીને તેમના વાહન રામનગર ગ્રામ પંચાયતના માર્ગાો પરથી પસાર થવા દેવા માટે રામનગરના મહિલા સરપંચના પતિ, તેના ભત્રીજા અને એક અન્ય મહિલા સદસ્યના પતિ સહિત ચારે રૃા.૩ લાખની લાંચ માગ્યા પછી રૃા.ર લાખમાં નક્કી થયું હતું. તે બાબતની એસીબીમાં ફરિયાદ થતાં ગઈકાલે છટકુ ગોઠવી દ્વારકા એસીબી સરપંચ પતિ સહિત બેને લાંચ લેતા પકડી લીધા હતા અને બાકીના બેની રાત્રે ધરપકડ કરાઈ હતી. રાજકોટ એસીબી પીઆઈએ તપાસના સૂત્રો સંભાળ્યા છે. આરોપીઓને આજે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

ખંભાળિયા નજીક આવેલા ઘી ડેમમાંથી કાંપ ભરવાનો એક આસામીએ કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી તેમના વાહનો ડેમમાંથી કાંપ ભરી રામનગરમાંથી પસાર થતાં હતા. રાજ્યભરમાં આવેલા ડેમ અને તળાવમાં ભરાઈ ગયેલા કાંપને કઢાવવાની કામગીરી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવે છે. જે તે ડેમ તથા તળાવમાં વધુ જળ સંગ્રહ થઈ શકે તે માટે આ કામગીરી કરવામાં આવતી હોય છે. તેના ભાગરૃપે ઘી ડેમમાંથી કાંપ કાઢવાનું શરૃ થયું છે.

તે દરમિયાન કાંપ ભરીને રામનગરમાંથી પસાર થતાં કોન્ટ્રાક્ટરના વાહનો ત્યાંથી અડચણ વગર જ પસાર થવા દેવા માટે રામનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ સુનિલ કાંતિલાલ નકુમ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય જીતેન્દ્ર રમેશભાઈ નકુમ ઉર્ફે જીતુ તેમજ રામનગર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ લલીત વેલજીભાઈ ડાભી તથા ગ્રામ પંચાયતના સદસ્ય પાંચાભાઈ મનજીભાઈ નકુમે તે કોન્ટ્રાક્ટરને અવારનવાર ફોન કર્યા હતા.

રામનગરના મહિલા સરપંચના પતિ સુનિલ નકુમ તથા ભત્રીજા જીતેન્દ્રએ અન્ય સદસ્ય લલીત અને પાંચાભાઈ સાથે મળી કોન્ટ્રાક્ટર પાસેથી રૃા.૩ લાખ પડાવવા કરતબ શરૃ કર્યાે હતો. આ કોન્ટ્રાક્ટરના વાહન રામનગર ગ્રામ પંચાયતના માર્ગ પરથી જઈ શકે તે માટે આ રકમ માંગવામાં આવતી હતી. તે રકમમાં ઓછું કરવાનું કહેવાતા રકઝકના અંતે રૃા.ર લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટરે તે રકમ આપવા માટે સમય માંગ્યો હતો.

તે પછી લાંચ આપવા ન ઈચ્છતા વ્યક્તિએ દેવભૂમિ દ્વારકા એસીબીનો સંપર્ક કર્યાે હતો. લાંચ-રૃશ્વત વિરોધી શાખાના પીઆઈ આર.એમ. રાઠોડે આ બાબતે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાનું માર્ગદર્શન મેળવ્યા પછી ગઈકાલે દ્વારકા એસીબીના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું.

તે છટકા અંગે ફરિયાદીને વિગતો અપાયા પછી પૈસા લઈ જવા માટે જીતેન્દ્ર નકુમ તથા સુનિલ નકુમને કહેવાતા આ વ્યક્તિઓ ખંભાળિયાના બજાણા રોડ પર આવેલી ફરિયાદીની ઓફિસે આવ્યા હતા. જ્યાં પાવડરવાળી નોટો ફરિયાદીએ મહિલા સરપંચના પતિ સુનિલ તથા તેના ભત્રીજા જીતેન્દ્રને આપતા અગાઉથી જ ત્યાં છૂપાઈને રહેલા એસીબી સ્ટાફે બંને શખ્સને રંગેહાથ પકડી પાડ્યા હતા.

તે પછી લલીત ડાભી અને પાંચાભાઈ નકુમની શોધ શરૃ કરાઈ હતી. જેમાં મોડીરાત્રે બંને શખ્સ એસીબીના હાથમાં આવી ગયા હતા. દ્વારકા એસીબીએ સફળ છટકુ ગોઠવ્યાની વિગતો મદદનીશ નિયામક વી.કે. પંડ્યાને આપ્યા પછી તેઓની સૂચનાથી રાજકોટ એસીબીના પીઆઈ એ.આર. ગોહિલે તપાસનો દૌર સંભાળ્યો છે. આ અધિકારીએ ચારેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ચારેયને આજે રિમાન્ડની માંગણી સાથે ખંભાળિયાની અદાલતમાં રજૂ કરવામાં આવશે. લાંચ લેતાં મહિલા સરપંચના પતિ સહિતના ચાર સામે ગુન્હો નોંધાતા ચકચાર જાગી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh