Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત-રાજસ્થાન હાઈ-વે ત્રણ દિ'થી બંધઃ
જયપુર તા. ર૧ઃ ફતેપર (સિકરી) થી ગુજરાત જતો નેશનલ હાઈ-વે નં. પ૮ બંધ છે, તેથી કિશનગઢ (અજમેર) થી હનુમાનગઢ સુધી લગભગ ૧૦ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો છે. સુજાનગઢ (ચુરૃ) ના બોબાસર ફ્લાય ઓવર (પુલ) ની પાસે હજારો લોકો ત્રણ દિવસથી ધરણાં પર બેઠા છે. તેઓ સુજનાગઢને જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. ૧પ૦૦ થી વધુ ટ્રકો છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલી છે.
આ ટ્રકોના ડ્રાઈવરોની હાલત કફોડી બની છે. રાજસ્થાનમાં નવા જિલ્લા જાહેર થયા પછી પોતાના તાલુકાઓને પણ જિલ્લા બનાવવાની માગ પ્રબળ બની છે. હાલમાં આ હાઈ-વે પર ચક્કાજામ રહેતા ગુજરાત-રાજસ્થાન ટ્રાફિકને અસર પડી છે.
ટ્રક-ડ્રાઈવરે દાવો કર્યો હતો કે તેના વાહનોમાં ૧૦ કરોડથી વધુનો સામાન બગડી રહ્યો છે. ટ્રક ફળો, શાકભાજી વગેરેથી ભરેલી છે. હાઈ-વે પર આ ડ્રાઈવર રડી રહ્યો છે. ઉપરથી હાઈ-વે પર ખાવાનું એટલું મોંઘુ થઈ ગયું છે કે, લોકોને પરસેવો વળી જાય છે. બસો રૃપિયામાં ચાર રોટલી-શાક મળી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાંથી ટ્રાફિકજામમાં અટવાયેલા આ ટ્રકચાલકોને હવે કંઈ સમજાતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag