Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે રાજકોટના ચાર યુવાનની મોટર કાબૂ બહાર ગયા પછી સર્જાયો અકસ્માતઃ એકનું મૃત્યુ

અન્ય બે યુવાન ઘવાયાઃ રાજકોટથી દર્શનાર્થે નીકળેલા યુવાનોને કાળનો ભેટો થયોઃ

જામનગર તા.૨૧ ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક શનિવારે સાંજે રાજકોટના ચાર મિત્રોની એક મોટર રોડ ઉતરીને ગોથું મારી ગયા પછી એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે, અન્ય બેને ઈજા થઈ છે. ચારેય મિત્રો રાજકોટથી દર્શનાર્થે જવા નીકળ્યા ત્યારે રોડ પર લેન ક્રોસ કરતી વખતે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેવાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક રાધે ક્રિષ્ન હોટલ પાસેથી ગયા શનિવારે સાંજે પાંચેક વાગ્યે જીજે-૧૦-ડીએ ૧૯૧૯ નંબરની હ્યુન્ડાઈ કંપનીની વર્ના મોટર રાજકોટ તરફથી દોડી આવતી હતી.

આ મોટરમાં રાજકોટની સહકાર સોસાયટીમાં રહેતા યુવરાજભાઈ હિમતભાઈ દાસોટીયા ડ્રાઈવીંગ કરતા હતા. જ્યારે તેમની સાથે રાજકોટના વિવેકભાઈ અશોકભાઈ મારૃ, હાર્દિકભાઈ નિરૃભાઈ માવલા, મહેશભાઈ મોમભાઈ ટારીયા પણ હતા. ચારેય મિત્રો રાજકોટથી દ્વારકા દર્શનાર્થે જવા માટે રવાના થયા હતા.

તે મોટર જ્યારે પાંચેક વાગ્યે રાધે ક્રિષ્ન હોટલથી થોડે દૂર હતી ત્યારે રોડની લેન્ડ બદલવા ડ્રાઈવર યુવરાજે મોટરને ડાબી તરફ વાળવાનો પ્રયત્ન કર્યાે હતો ત્યારે જ સ્ટીયરીંગ તેના કાબુ બહાર ગયું હતું અને ફૂલ સ્પીડમાં દોડી રહેલી મોટર અચાનક જ રોડની જમણી તરફથી તારવીને ડાબી તરફ પહોંચ્યા પછી રોડ ઉતરી ખેતરમાં ઘૂસી ગઈ હતી અને પચ્ચાસેક ફૂટ જેટલી અંદર જઈ ગોથંુ ખાઈ ગઈ હતી.

આ અકસ્માત વેળાએ ચારેય યુવાનોની ચીસો ધોરીમાર્ગ પર ગાજી ઉઠી હતી, પાછળથી તેમજ સામેના ટ્રેક પરથી પસાર થતાં વાહનો ઉભા રહેવા લાગ્યા હતા અને તેમાંથી ઉતરેલા વ્યક્તિઓએ મોટરમાંથી ચારેય યુવાનને બહાર કાઢવાના પ્રયત્નો શરૃ કર્યા હતા. આ વેળાએ કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સ તથા ધ્રોલ પોલીસનો કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો.

મોટરમાંથી ચારેય યુવાનોને બહાર કાઢવામાં આવ્યા તે દરમિયાન વિવેકભાઈ મારૃને માથામાં પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે મહેશભાઈને મુંઢ ઈજા અને હાર્દિકભાઈનો ડાબો હાથ ભાંગી ગયો હતો. ચારેય ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર ઈજા પામેલા વિવેકભાઈનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામના મહેશભાઈ ટારીયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક યુવરાજ દાસોટીયા સામે આઈપીસી તથા એમ.વી. એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh