Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા ગામમાં પાણી સહિત અનેક સમસ્યાઓના કારણે પ્રજાજનો ત્રસ્ત

છેલ્લા ત્રણ વર્ષથી સ્ટ્રીટ લાઈટો બંધ

જોડિયા તા. ર૧ઃ જોડિયા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી જોડિયાના નગરજનો પરેશાન થઈ રહ્યા છે આ અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. તેમજ છેલ્લા ત્રણ માસથી જોડિયા ગ્રામ પંચાયત સુપરસીડ કરવામાં આવી છે જેથી પાણી વિતરણ પણ અઠવાડિયાએ થતું હતું. ઉપરાંત જોડિયાથી સવારે ૬ વાગ્યે જોડિયા-અમદાવાદ બસ વર્ષોથી ચાલુ હતી જે અચાનક બંધ કરવામાં આવતા વેપારી ભાઈઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ બસ દરેકને અનુકુળ હતી તેમજ રાત્રિના રોકાણ કરતી રાજકોટ-જોડિયા બસ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોડિયામાં ૮ થી ૧ર ની ડી.વી. હાઈસ્કૂલ છેલ્લા ઘણાં સમયથી બંધ છે. હાઈસ્કૂલનું બિલ્ડીંગ જર્જરિત થતાં અત્યારે ઘણાં સમયથી દરબારગઢમાં તાલુકાશાળામાં વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે. જોડિયાના અનેકવિધ પ્રશ્નો ઉકેલવા જોડિયાના માજી ઉપસરપંચ હેમલપરી ગોસાઈએ ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજુઆત કરી હોવા છતાં સમસ્યા હલ થઈ નથી. આથી જોડિયાની વીજળી, પાણી સહિતની સમસ્યા તાકીદની અસરથી હલ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh