Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસની મધ્યસ્થિથી મામલો થાળે, સમાધાન થયુંઃ
ખંભાળિયા તા.૨૧ ઃ ખંભાળિયાના હર્ષદપુર નજીક સર્કીટ હાઉસ પાસેના પેટ્રોલપંપ પર ગઈકાલે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. અણીના સમયે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં સમાધાન કરવામાં આવ્યું હતું. ગેસના રીફીલીંગ માટે ત્યાં આવેલા એક જ પંપ પર રોજેરોજ વાહનોની કતાર લાગે છે અને નાના મોટા ઝઘડાઓ થતાં રહે છે.
ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ પર આવેલા બાયપાસ નજીકના અશોક પેટ્રોલપંપ પર ગઈકાલે કેટલાક શખ્સો પેટ્રોલ પંપના કર્મચારીને માર મારતા હતા ત્યારે ત્યાં ઈંધણ ભરાવવા આવેલા અન્ય વાહનચાલકો વચ્ચે પડ્યા પછી બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બીચક્યો હતો. બંને જૂથના શખ્સો વચ્ચે છૂટાહાથની મારામારી શરૃ થઈ ગઈ હતી.
આ બાબતની કોઈએ પોલીસને જાણ કરતાં ખંભાળિયા તેમજ સલાયા અને વાડીનારથી પોલીસ જીપનો કાફલો બનાવના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા પછી મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં બંને જૂથ વચ્ચે સમાધાન થયું હતું.
આ પેટ્રોલપંપ પર ગેસ માટે એક જ પંપની વ્યવસ્થા હોય ત્યાં ગેસ ભરાવવા આવેલા વાહનોના ચાલકો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં રહે છે, તે પંપ પર પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag