Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાસ્મોના ચાલી રહેલા કામના સ્થળે બન્યો બનાવઃ
ધ્રોલ તા.૨૧ ઃ ધ્રોલના ઈટાળા ગામના સરપંચ ગઈકાલે વાસ્મોના ચાલી રહેલા કામના સ્થળે નિરીક્ષણ માટે ગયા ત્યારે એક શખ્સે સામાન્ય વાતચીતમાં ઉશ્કેરાઈ જઈ ટાયર ખોલવાનું લોખંડનું પાનું માથામાં ફટકારી દીધુ હતું. ઈજાગ્રસ્ત સરપંચને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ તાલુકાના ઈટાળા ગામના સરપંચ વિજયભાઈ બાબુભાઈ ભંડેરી ગઈકાલે ઈટાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ચાલી રહેલા વાસ્મોના પાણીની પાઈપલાઈનના કામ પર નિરીક્ષણ માટે ગયા હતા. આ વેળાએ ત્યાં આવેલી રાજેશગીરીની પંક્ચરની દુકાન નજીક ઉભા રહી વિજયભાઈ વાત કરતા હતા. ત્યારે નરેન્દ્ર મેઘજીભાઈ રાઠોડ સાથે વાત કરતા હતા. નરેન્દ્ર રાઠોડ ઉશ્કેરાયો હતો તેણે નજીકમાં પડેલું ટાયર ખોલવાનું લોખંડનું પાનુ ઉપાડી સરપંચના માથામાં ઝીંક્યું હતું. માથામાંથી લોહી નીકળતા સરપંચને ધ્રોલ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવની ગઈકાલે બપોરે વિજયભાઈ ભંડેરીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હુમલાખોર નરેન્દ્ર રાઠોડના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag