Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીતિ-નિયમોનો ભંગ થયો હોવાનો નિતિન માડમનો આક્ષેપઃ ખળભળાટઃ
જામનગર તા. ર૧ઃ જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા) દ્વારા તા. ૧-૯-ર૦૦૬, ૧૭-૧ર-ર૦૦૬ બન્ને તા. ર૧-પ-ર૦૦૭ ના કરવામાં આવેલ હરાજી રદ્ કરવા અંગે રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમએ જાડાના મુખ્ય કાર્યવાહી અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, હરાજી પ્રક્રિયામાં નીતિ-નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો હોય તેમ જણાય છે.
ટેન્ડર ભરતી વખતે રૃા. એક લાખનો પે-ઓર્ડર, તથા ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા સત્તા મંડળની હિસાબી શાખામાં રોકડ જમા કરાયેલી પાવતી ટેન્ડર ફોર્મમાં સાથે બીડાણ કરવાની હતી, પરંતુ તા. ૭-૧ર-ર૦૦૬ ના હરાજી વખતે વિનસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તા. ૭-૧ર-ર૦૦૬ ના ચેક જમા કરાવાયો છે તથા અંતિમ ખંડ પ્લોટ નંબર ૮૯ વાણીજ્ય હેતુ માટેનો બોલી લગાનાર ભરતભાઈ વિરજીભાઈ પટેલ દ્વારા તા. ૧-૯-ર૦૦૬ ના ૧ લાખ ડિપોઝિટ પેટે ભરવામાં આવ્યા છે. આમ ટેન્ડર વખતે જમા કરાવવાની રકમ બોલી સ્થળે ભરવામાં આવી છે. જે નિયમ વિરૃદ્ધ છે. તે શરતનો ભંગ થતો હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે. આથી આ બોલી રદ્ કરવી જોઈએ અને જવાબદાર અધિકારો પર કડક કાર્યવાહી કરવી જોઈએ.
ટેન્ડરની શરતમાં જણાવ્યા મુજબ સફળ થનાર ટેન્ડર્સની કુલ કિંમતના ૧૦ ટકા રકમનો દસ દિવસની મુદ્તનો ચેક સત્તા મંડળના નામનો જમા કરાવાનો હતો, અને તે ચેક રિટર્ન થાય તો ફરિયાદ પણ થઈ શકે અને બોલી રદ્ થાય.
તા. ર૧-પ-ર૦૦૭ ના હરાજી કરવામાં આવી તેના ૧૦ ટકા રકમ ૩૧-પ-ર૦૦૭ સુધીમાં જમા કરાવવાની હતી, પરંતુ ૧૧-૬-ર૦૦૭ ના એ રકમ જમા કરાવાઈ હતી, જે ટેન્ડરની હરાજી રદ્ થવી જોઈએ તા. ૧-૯-ર૦૦૬ ના હરાજી કરવામાં આવી હતી તેની રકમ તા. ૧૧ ના બદલે તા. ૧૪ ના ભરવામાં આવી હતી. તે પણ શરત ભંગ ગણાય.
ટીપી સ્કીમ નંબર ૧-વિભાપર ૮૯/પી ની હરાજી તા. ૭-૧ર-ર૦૦૬ ના થઈ હતી. તેની ૧૦ ટકા રકમ તા. ૧૭-૧ર-ર૦૦૬ સુધીમાં ભરવાની હતી, પરંતુ તા. ૧-૩-ર૦૦૭ ના ભરવામાં આવી છે. આમ શરત ભંગ થયો છે.
પ્લોટની રકમના પ૦ ટકા રકમ એટલે કે બાકીની ૪૦ ટકા રકમ હરાજીની તારીખથી ૯૦ દિવસમાં ભરપાઈ કરવાની હતી, પરંતુ ટીપી સ્કીમ પ્લોટ નં. ૬૯ ની હરાજી તા. ર૧-પ-ર૦૦૭ થી ૯૦ દિવસ એટલે કે તા. ૧૯-૮-ર૦૦૭ માં જમા કરવાની હતી, પરંતુ ૩૧-૧ર-ર૦૦૯ રૃા. ૧૭.પ૦ હજાર જમા કરાવવામાં આવી હતી તે રકમ પ૦ ટકાથી ઓછી હોય તો શરત ભંગ સમાન છે.
ટી.પી. સ્કીમ નંબર ૧ પ્લોટ નંબર ૭ર ની હરાજી તા. ૧-૯-ર૦૦૬ ની પ૦ ટકા રકમ ૯૦ દિવસમાં જમા કરાવી હતી. તા. ૩૦-૧૧-ર૦૦૬ ના ભરવાની રકમ તા. ર-૩-ર૦૦૭ માં ર૧ લાખ જમા કરાવવામાં આવેલ તે રકમ પ૦ ટકાથી ઓછી હતી જે શરત ભંગ ગણાય. ટીપી સ્કિમ નંબર ૧ પ્લોટ નંબર ૮૮ ની હરાજી તા. ૧-૯-ર૦૦૬ ના પ૦ ટકા રકમ ૩૦-૧૧-ર૦૦૬ સુધીમાં જમા કરાવવાની હોય, તો ૧૩-૭-ર૦૦૭ ના પાંચ લાખ જમા કરાવાયા હતાં તે રકમ પ૦ ટકાથી ઓછી જમા કરાવી શરત ભંગ થયો છે.
ટીપી સ્કીમ નંબર ૧ પ્લોટ નંબર ૮૯ ની હરાજી તા. ૧-૯-ર૦૦૬ ના પ૦ ટકા રકમમાં ૩૦-૧૧-ર૦૦૬ ના જમા કરાવવાના બદલે તા. ૩-પ-ર૦૦૭ ના ૯ લાખ જમા કરાવાયા હતાં. તે પ૦ ટકાથી ઓછી રકમ ૯૦ દિવસમાં જમા કરાવી શરત ભંગ કરાયો હતો.
ટીપી સ્કીમ ૩/એ, પ્લોટ નંબર ૮પ હરાજી તા. ૭-૧ર-ર૦૦૬ ના થઈ હતી. પ૦ ટકા રકમ ૯૦ દિવસમાં ૭-૩-ર૦૦૭ સુધીમાં જમા કરાવવાના બદલે રૃા. ૩ર,ર૭,પર૦ ની રકમ ૬ માર્ચ ર૦૦૭ ના જમા કરાવેલ, તરંતુ તેર રકમ પ૦ ટકાથી ઓછી હતી. તેમાં પણ શરત ભંગ થયો છે. ટેન્ડર શરત મુજબ ૧૦૦ દિવસમાં પૂરેપૂરી રકમ જમા કરાવવાની હતી, પરંતુ ટીપી-૧, પ્લોટ-૭ર, ૮૯ અને ૯૯ મા ૧૦૦ ટકા રકમ જમા કરાવાઈ નથી. તા. ૧૭-૧ર-ર૦૦૬ ના થયેલી હરાજીની ૧૦૦ ટકા રકમ ૧૮૦ દિવસમાં જમા કરાવવાની હતી, પરંતુ ટીપી-૧, પ્લોટ ૬૪, ૮૯ અને ટીપી ૩-અ પ્લોટ નં. ૮પ ની રકમ જમા કરાવાઈ નથી. તા. ૧૧-પ-ર૦૦૭ ના જમા કરાવામાં આવેલ હરાજીની ૧૦૦ ટકા રકમ ૧૮૦ દિવસમાં તા. ૧૭-૧૧-ર૦૦૭ પહેલા જમા કરાવવાના બદલે ટીપી-૧, વિભાપર પ્લોટ ૬૯ માં પૂરી રકમ જમા કરાવાઈ નથી.
તા. ૧ર-૬-ર૦૦૭ ના જાડાની સામાન્ય સભા મળી હતી. જેમાં ઠરાવ થયો હતો જેમાં મુખ્ય કાર્યવાહી અધિકારીએ જણાવેલ છે, રેવન્યુ રકોર્ડ સત્તામંડળના નામે ટ્રાન્સફર ન હોય તથા પ્લોટ ડીમાર્કેશન થયેલો ન હોય તથા એપ્રોચ રોડ ન મળતા આ પ્લોટની હરાજી તાત્કાલિક અસરથી કરવાનો નિર્ણય નિયમ વિરૃદ્ધ હોય તેવું સ્પષ્ટ સાબિત થાય છે. આથી આ હરાજી રદ્ કરવી જોઈએ. આ માટે શહેરી વિભાગનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું હતું. જેમાં જણાવાયેલ કે આપના લેવલે યોગ્ય નિર્ણય લેવો જરૃરી છે, પરંતુ ટેન્ડર રદ્ નહી કરીને સરકારી તિજોરીને કરોડો રૃપિયાનું નુક્સાન પહોચાડાયું છે. આ અંગે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.
તા. ર૬-૪-૧૩ ના અધિક સિનિયર સિવિલ જજ-જામનગરએ પણ હરાજીની શરત મુજબ નિર્ણય કરવા સ્પષ્ટ આદેશ કર્યો હતો. આમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ માટે રૃા. ૩ લાખ ૧પ્ હજારની વકિલાત ફી પણ ચૂકવાઈ હતી. અહિં કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હોવાનું જોવા મળે છે.
આમ તાત્કાલિક અસરથી હરાજી રદ્ કરવી જોઈએ. જો પંદર દિવસમાં યોગ્ય્ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત થશે અને કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ કોર્ટમાં દાદ માંગવામાં આવશે. આ પ્રકરણ ચર્ચાના ચાકડે ચડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag