Advertisement
Author: નોબત સમાચાર

પત્રકારત્વ ક્ષેત્રે અમી ગજ્જરને જામનગર ગૌરવ એવોર્ડ એનાયત

જામનગર તા. ૨૧ઃ જામનગરમાં વિઝન ક્લબ દ્વારા વુમન્સ ડે નિમિત્તે તબીબી, હેલ્થ એન્ડ ફિટનેસ, શિક્ષણ, સ્પોર્ટસ બેંકીંગ, એકાઉન્ટ, સામાજિક જેવા વિવિધ ક્ષેત્રે કાર્ય કરતી મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં પત્રકારત્વ ક્ષેત્રે જામનગરના અમી ગજ્જર (અમૃતાબેન) ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરાના હસ્તે "જામનગર ગૌરવ" એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જામનગરના અમીબેન ગજ્જર વર્ષ-ર૦ર૧૦ ની બેચના એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીની છે. તેઓએ માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતથી એમ.એ., એલએલબીનો અભ્યાસ કર્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ સાંધ્ય દૈનિક અને સામયિકોમાં નારીવાદી લેખો લખી ગૃહ ઉદ્યોગ અને મહિલાલક્ષી પ્રવૃત્તિઓને હંમેશાં પ્રોત્સાહન પૂરૃં પાડ્યું છે. ભાવિ વિદ્યાર્થીઓ માટે સાહિત્ય અને સમાજ, એડવર્ટાઈઝમેન્ટ એન્ડ વુમન્સ, ભારતીય સમાજમાં નારી સંવેદના, ફિલ્મ એન્ડ સિનેમેટ્રોગ્રાફી, આધુનિક સમયમાં ગુજરાતી ફિલ્મો એક અભ્યાસ, તથા કાયદાકીય ક્ષેત્રે કોર્પોરેટ ફાઈનાન્સ, ભારતમાં આયાત નિકાસ ધારો, મીડિયા લો સહિતના સાહિત્યક, સામાજિક, કાયદાકીય વિષયો પર યુ.જી.સી. સ્પોન્સર નેશનલ સેમિનારમાં રાજકોટ, નડીયાદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને સુરતની વિવિધ કોલેજોમાં પેપર પ્રેઝન્ટેશન કર્યા છે. તેમને જામનગરના વિઝન ક્લબની જ્યુરીએ પત્રકારત્વ ક્ષેત્રે ફાઉન્ડર મીતા દોશી, પ્રેસિડેન્ટ અલ્પા મહેતા દ્વારા "જામનગર ગૌરવ એવોર્ડ" થી મહિલા દિન નિમિત્તે સન્માનિત કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh