Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમઆઈ પાસે પાંચ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી થઈ
ન્યૂયોર્ક/મુંબઈ તા. ર૧ઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સે વિસ્તરી રહેલી એમઆઇમાં પાંચમી ક્રિકેટ ફ્રેન્ચાઈઝી ન્યૂ યોર્ક સ્થિત - એમઆઇ ન્યૂયોર્કના પ્રસ્તાવિત સમાવેશની જાહેરાત કરી છે. મેજર લીગ ક્રિકેટની પહેલી આવૃત્તિમાં આ નવી ટીમ પરંપરાગત શરતોનું પાલન પૂર્ણ કર્યા બાદ ભાગ લેશે; નવી ટીમની રચના વાટાઘાટો, અને નિર્ણાયક બંધનકર્તા કરારોની અમલવારીઅને જરૂરી કોર્પોરેટ, નિયમનકારી અને તૃતીય-પક્ષની મંજૂરીઓ તથા અનુપાલનોની પ્રાપ્તિને આધિન રહેશે.
શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું, "હું વિસ્તરી રહેલી એમઆઇ ફેમિલીમાં અમારી ન્યૂ યોર્ક ફ્રેન્ચાઇઝીનું સ્વાગત કરતાં રોમાંચિત છું...! યુ.એસ.માં પ્રથમ ક્રિકેટ લીગમાં અમારા પ્રવેશ સાથે મને આશા છે કે અમે મુંબઈ ઈન્ડિયન્સને નિર્ભય અને મનોરંજક ક્રિકેટની વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માટે સક્ષમ છીએ...! એમઆઇ માટે આ બીજી નવી શરૂઆત છે અને હું આગળની રોમાંચક સફરની રાહ જોઈ રહી છું.*
એમઆઇ સમગ્ર વિશ્વમાં ક્રિકેટના વિસ્તરણ અને પ્રચાર માટે પ્રતિબદ્ધ છે અને તે નિરંતર વધુ મજબૂત બની રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ (આઇપીએલ), એમઆઇ કેપ ટાઉન (એસએ૨૦), એમઆઇ એમિરેટ્સ (આઇએલટી૨૦), અને મુંબઈ ઈન્ડિયન્સ (ડબ્લ્યૂપીએલ) પછી એમઆઇ ન્યૂ યોર્ક પાંચમી ફ્રેન્ચાઈઝી હશે જે ત્રણ અલગ-અલગ ખંડો, ચાર અલગ-અલગ દેશો અને પાંચ અલગ-અલગ લીગમાં મોજૂદ છે.
મુંબઈ ઈન્ડિયન્સ વિશ્વભરમાં ફેલાયેલા લગભગ ૫૦ મિલિયન ડિજિટલ ચાહકો સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતી વૈશ્વિક ક્રિકેટ બ્રાન્ડ્સમાંની એક છે, તેમની 'વન ફેમિલી' ઓફ ટીમ્સ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ ફ્રેન્ચાઈઝી લીગમાં વર્ષ દરમિયાન ૬ મહિના ક્રિકેટ રમે છે અને આ ટીમોને સમર્થન અને ઉત્સાહ આપે છે. વર્ષ ૨૦૦૯થી મુંબઈ ઈન્ડિયન્સ ૯૯% બ્રાન્ડ વેલ્યુ (બ્રાન્ડ ફાઇનાન્સ) માં વિકસ્યું છે અને જે સમગ્ર વિશ્વમાં પોતાની બ્રાન્ડ બનાવવા અને પોતાની વાત કહેવા માટે ઉત્સુક એવી વિશ્વભરની બ્રાન્ડ્સ માટે પસંદગીના ભાગીદાર રહ્યા છે.
મેજર લીગ ક્રિકેટ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ વ્યાવસાયિક ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપ હશે. મેજર લીગ ક્રિકેટની પહેલી સીઝન ૨૦૨૩ના ઉનાળામાં શરૃ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag