Advertisement
Author: નોબત સમાચાર

સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા રઘુવંશી યુવક-યુવતીઓ માટે યોજાયો પરિચય મેળો

જામનગર લોહાણા મહાજન સંચાલિત

જામનગર તા. ૨૧ઃ જામનગર લોહાણા મહાજન સંચાલિત સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા રઘુવંશી સમાજના ગ્રેજ્યુએટ યુવક-યુવતીઓ માટે મીની પરિચય મેળો યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત કન્યાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટી.કે. મોદીએ સૌનું સ્વાગત કર્યું હતું. તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. રઘુવંશી સમાજના થાનાઈ ગોર હિતેશભાઈ જોશીએ આશીર્વચન પાઠવી શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે જામનગર લોહાણા મહાજનના માનદમંત્રી રમેશભાઈ દતાણી, શશીકાંતભાઈ મશરૃ, હેમલભાઈ ચોટાઈ, જગદીશભાઈ પંચમતીયા, નલીનભાઈ અમલાણી,  ડો. રક્ષાબેન દાવડા, જીગ્નાબેન તન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ તથા વ્યોમેશભાઈ લાલે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. શશીકાંતભાઈ મશરૃ, હેમલભાઈ ચોટાઈ, ડો. રક્ષાબેન દાવડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પરિચય મેળામાં ઉપસ્થિત યુવક-યુવતીઓએ સ્વપરિચય આપ્યો હતો.

પરિચયવિધિ પછી વાલીઓ માટે કોન્ફરન્સ યોજાઈ હતી. ટી.કે. મોદીએ આભારદર્શન કર્યું હતું. સંસ્થાના કાર્યકર્તાઓ મધુભાઈ પાબારી, ઘનશ્યામભાઈ જીવરાજાની, જે.બી. સામાણી, દિપક કોટેચા, બિપીનભાઈ ગોકાણી, નલીનભાઈ રાજાણી, સંજયભાઈ રાજા, નરેશભાઈ બદીયાણી, હિતેશભાઈ રૃપારેલ, દિપકભાઈ અનડકટ, રાજુભાઈ હિન્ડોચા વગેરે  તેમજ મહાજનવાડીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન નલીનભાઈ રાજાણીએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh