Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, મેયર, ડે. મેયર, ચેરમેન, હોદ્દેદારો તથા અધિકારીઓ જોડાયાઃ
જામનગર તા. ર૧ઃ જામનગર ચેમ્બર ઓ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ભારત સરકારના રેલવે તથા ટેક્સટાઈલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સાથે યોજાયેલ શુભેચ્છા બેઠક
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ભારત સરકારના રેલવે તથા ટેક્સટાઈલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સાથે તાજેતરમાં એક શુભેચ્છા બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારિયા, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, રેલવે વિભાગ તથા ટેક્સટાઈલ વિભાગના વિવિધ અધિકારીઓ, ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, જામનગર બાંધણી હસ્તકલા એસોસિએશનના પ્રમુખ વિબોધભાઈ શાહ તથા સભ્યો તેમજ બાંધણી ઉપાદન પ્રક્રિયા સાથે જોડાયેલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકની શરૃઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે જામનગર ચેમ્બર પશ્ચિમ ભારતની સૌથી જુની વેપાર-ઉદ્યોગની સંસ્થા છે. જામનગરમાં મુખ્ય ઉદ્યોગો બ્રાસ, બાંધણી અને રીફાઈનરી છે. જામનગરમાં તૈયાર થતી બ્રાસની પ્રોડક્ટ્સ જે રેલવેના એન્જિન તથા ઈલેક્ટ્રીક ઉપકરણોમાં વપરાશ કરવામાં આવે છે તે જામનગરમાં તૈયાર થાય છે તેમજ જામનગરની બાંધણીને જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળેલ છે ત્યારથી જામનગરી બાંધણી માટે સરકાર દ્વારા યોજાતા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં યોજાતા એક્ઝિબિશનોમાં સ્ટોલ રાખવામાં આવે છે અને જામનગરની એક ઓળખ ઊભી કરવામાં આવે છે. જામનગર ચેમ્બર બાંધણી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે સતત પ્રયાસો કરતી રહે છે.
આ તકે ભારત સરકાર તરફથી પણ જામનગરના બાંધણી ઉદ્યોગને વે મળે તે માટે સાથ-સહકાર આપવા તેમજ રેલવે વિભાગ દ્વારા પોસ્ટ વિભાગ સાથે મળી પાર્સલ સુવિધા શરૃ કરવામાં આવેલ છે તેના અમલીકરણ માટે તથા વ્યાપ વધારવા મંત્રી મહોદયને અનુરોધ કર્યો હતો. આ તકે ચેમ્બર પ્રમુખ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી અક્ષતભાઈ વ્યાસે કર્યું હતું તેમજ કાર્યક્રમના અંતે અભારદર્શન ચેમ્બરના ઉપપ્રમુખ રમણિકભાઈ અકબરીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag