Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળાનો ૯પમો વાર્ષિકોત્સવ ઉમંગભેર ઉજવાયો

બાળકો, બહેનો, યુવાવર્ગ માટેની સ્પર્ધાઓ, દીપપ્રાગટ્ય, સ્ટેજ પરફોર્મન્સ, નાટક યોજાયાઃ વિજેતાઓને ગિફ્ટ અપાઈ

ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા જામનગર દ્વારા આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા. ૩૦-૧ર-ર૦ર૩ થી તા. પ-૧-ર૦ર૪ દરમિયાન અલગ અલગ ૧પ જેટલી યુવા મહિલાઓ અને બાળકો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં દોડ, રસાખેંચ, વેઈટ લિફ્ટિંગ, સુલેખન નિબંધ સામાન્ય જ્ઞાન, એક મિનિટ ગેમ્સ, લિંબુચમચી, મ્યુઝીલ ફેન્સી ડ્રેસ, અને વકૃત્વ જેવી સ્પર્ધાઓ બાળકોનું ઉત્કર્ષ અને આત્મવિશ્વાસ વધારવા માટે યોજાઈ હતી. જેમાં તા. પ-૧-ર૦ર૪ ના જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ તેમજ વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો અને ભોઈજ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન દરમિયાન સનાતન ધર્મનું અને હિન્દુ સંસ્કૃતિ સિંચન કરતા વાલીઓએ બાળકોને અદ્ભુત રીતે તૈયાર કરી ફેન્સી ડ્રેસના વેસ ધારણ કરાવ્યા હતાં. જેમાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભક્ત હનુમાન અને ભગવાન વિષ્ણુની આબેહુબ પ્રતિકૃતિઓ અલગ અલગ અસંખ્ય અવતારો બાળ સ્વરૃપે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ આપવા ઉત્સાહભેર પહોંચ્યા હતાં. આમ નાના નાના બાળકો દ્વારા પર્યાવરણ અને લોકજાગૃતતા માટે વકતૃત્વ સ્પર્ધામાં સ્પીચ અપાઈ હતી ત્યારે સમગ્ર કાર્યક્રમમાં રાત્રિ શાળાના બાળકો દ્વારા ડંબેલ્સ લેઝીમ પેટી અને સંતશ્રી ખેતાભાગતના જીવતા સમાધિ લીધાનું લાઈવ સ્ટેજ પરફોર્મન્સ (નાટક) યોજવામાં આવ્યું હતું. જ્યારે તમામ સ્પર્ધાઓ માટે નિર્ણાયકો દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવી હતી. જેમાં સુનિતાબેન પરમાર, સુરેશભાઈ વારા, સુરેશભાઈ કુંભારાણા, હિતાર્થભાઈ વારા, મિતેષસર, રિદ્ધિબેન પટેલ અને મયંકસર દ્વારા નિર્ણયો કરી વિજેતાઓ જાહેર કરાયા હતાં અને છેલ્લે જ્ઞાતિના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો અને વડીલો દ્વારા ઉપરોક્ત તમામ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન સ્વરૃપ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મિતેષ એસ. દાઉદિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર રાત્રિ શાળાની ટીમ અને બાળકો દ્વારા જહેમત લેવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh