Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત જાહેર સેવા આયોગની
જામનગર તા. ૮ઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટે રવિવારે જામનગરમાં પણ પરીક્ષા લેવાઈ હતી. આ વહીવટી, મુલ્કી સેવા અને નગરપાલિકામાં અધિકારીની ભરતી માટેની આ પરીક્ષામાં જામનગરમાં નોંધાયેલા ૩૭૩પ માંથી ૩૪ર૯ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત વહીવટી સેવા વર્ગઅ૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧અને ર, અને ગુજરાત નગરપાલિકા, મુખ્ય અધિકારી સેવા વર્ગ-ર ની લેખિત પરીક્ષા ગઈકાલે રવિવારે તા. ૭ ના લેવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ એમ બે પેપર લેવાયા હતાં. કુલ ૩૭૩પ પરીક્ષાર્થી નોંધાયા હતાં. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટે જરૃરી તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતાં. આ પરીક્ષામાં કુલ ૩૭૩પ પરીક્ષાર્થી નોંધાયા હતાં, જેમાંથી પ્રથમ પેપરમાં ૧૭ર૯ હાજર અને ર૦૦૯ ગેરહાજર રહ્યા હતાં, જ્યારે બીજા પેપરમાં ૧૭૦૦ હાજર અને ર૦૩પ ગેરહાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial