Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરના મહાનુભાવોના હસ્તે
જામનગર તા. ૮ઃ રાજ્ય-કેન્દ્ર સરકારની જામનગરમાં વિવિધ યોજનાઓમાં ખાલી રહેલા ૧પ૪ આવાસ માટે ડ્રો યોજાયો હતો.
જામનગર મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ પાંચ આવાસ યોજનાઓમાં ખાલી રહેવા પામેલ ૧પ૪ આવાસો માટે તા. ૧-૮-ર૦ર૩ થી તા. ૩૦-૯-ર૦ર૩ સુધી એટલે કે બે માસ સુધી અરજી ફોર્મ મંગાવવામાં આવેલ હતાં. જેમાં ર૯૮ લાભાર્થીઓ દ્વારા આવાસ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી, જેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો એન.આઈ.સી. વિભાગની ટીમ દ્વારા જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી હોલમાં તા. પ-૧-ર૦ર૪ ના બપોરે ૧ર કલાકે યોજવામાં આવ્યો હતો. આ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રસંગે અલગ અલગ પાંચ આવાસ યોજનાઓમાં અરજદાર થનાર પાંચથી છ જેટલા અલગ અલગ કેટેગરીના રપ થી ૩૦ જેટલા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેલ હતાં.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ટી.પી. સ્કીમ નં. ૩ એ, એફ.પી. નં. ૭૦, રવિ પેટ્રોલ પંપ પાછળ હાપાની યોજનાનો ડ્રો મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના હસ્તે, ટી.પી. સ્કીમ નં. ૩ એ, એફ.પી.નં. ૭૧, રવિ પેટ્રોલ પંપ પાછળ હાપાની આવાસ યોજનાનો શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરાના હસ્તે, ટી.પી. સ્કીમ-૧, એફ.પી.ર૮/પી, મયુરનગર મેઈન રોડ, મયુરનગર આવાસ યોજનાનો ડ્રો કમિશનર ડી.એન. મોદીના હસ્તે, રે.સ.નં. ર૦૬/૧/૧, એમપી. શાહ ઉદ્યોગનગર પાછળ, શરૃસેક્શન રોડ વિસ્તારની આવાસ યોજનાનો ડ્રો ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાના હસ્તે, રે.સ.નં. ર૦૬/૧/પૈકી, બેડી રેલવે ઓવરબ્રીજ પાસે, ઈડબલ્યુએસ-૧ પ્રકારના આવાસોનો ડ્રો સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાના હસ્તે, અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત રે.સ.નં. ર૦૬/૧/પૈકી, બેડી રેલવે ઓવરબ્રીજ પાસે, ઈડબલ્યુએસ-ર પ્રકારના આવાસ માટે શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાના હસ્તે કરવામાં આવ્યો હતો.
ઉક્ત કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં પસંદગી યાદી પૈકી ઉપસ્થિત લાભાર્થીઓને મેયર સહિત પદાધિકારીઓ તથા ઉપસ્થિત મ્યુનિસિપલ સભ્યો દ્વારા પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લા સંસદસભ્ય પૂનમબેન માડમ, જામનગર શહેરના બન્ને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા શ્રીમતી રિવાબા જાડેજા ઉપસ્થિત રહી શકેલ ના હોય, તેઓનો શુભેચ્છા સંદેશ મળેલ તથા આ ડ્રો પ્રસંગે શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, સ્લમ અપગ્રેડેશન સમિતિ ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા, નાયબ કમિશનર વાય.ડી. ગોહિલ, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ઈ.ડી.પી. મેનેજર મુકેશભાઈ વરણવા, એન.આઈ.સી. ઓફિસર ભરતભાઈ ધંધુકિયા અને તેમની ટીમ અને નાયબ ઈજનેર સ્લમ હાઉસીંગ સેલ અને સી.એલ.ટી.સી. ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકારની નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર વિભાગની ટીમ, કોમ્પ્યુટર વિભાગ, લાઈટ વિભાગ, પી.આર.ઓ. શાખા, સિક્યુરીટી શાખા, તેમજ સેક્રેટરી સ્ટે. કમિટી તથા કાર્યાલય ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial