Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર કાલાવડ નાકા બહાર હાપા રોડ પર લાલવાડી વિસ્તારમાં આવેલા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં ર૧ દિવસના વ્રતની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ હતી. ર૧ દિવસના વ્રતધારી બહેનોએ ગઈકાલે અન્નપૂર્ણા માતાજીના મંદિરે જઈ અને પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. તેમજ મંદિર સમિતિ દ્વારા આવતા તમામભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. સવારે ૧૧ વાગ્યાથી માતાજીને અન્નકોટ ધરાવ્યા પછી ભક્તો માટે મહાપ્રસાદ યોજાયો હતો. સાંજે પાંચ વાગ્યા સુધી આ મહાપ્રસાદ ભક્તોએ લીધો હતો અને અંદાજે ર૦ થી રપ હજાર લોકો ઉમટયા હતાં. આ ધાર્મિક પ્રસંગે પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્તાનીએ પણ અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. અન્નપૂર્ણા માતાજી સેવા સમિતિના પ્રમુખ વ્રજલાલ પાઠક તેમજ તેમની ટીમદ્વારા આ સમગ્ર ર૧ દિવસ દરમ્યાન આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ત્યારે ગઈકાલે અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતી થઈ છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial