Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનૂની સહાયતા કેન્દ્રની લેવામાં આવી મુલાકાતઃ
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડો. ડી.વાય. ચંદ્રચૂડ શનિવારે દ્વારકામાં જગતમંદિરે દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં તેઓએ ધ્વજાપૂજન, પાદુકાપૂજન કર્યા હતા. તે પછી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા જગતમંદિરમાં હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને કાનૂની સહાય મળી રહે અને લોકોમાં કાનૂની જાગૃતિ આવે તે માટે કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તેની તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓની સાથે જસ્ટિસ એમ.આર. મેંગડે, દ્વારકાના ડિસ્ટ્રીક્ટ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન એસ.વી. વ્યાસ, જ્યુડીશીયલ બ્રાંચ અધિકારી એસ.ડી. સુથાર, જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, એસ.પી. નિતેશ પાંડે, ડીએલએસએ સેેક્રેટરી, એએઅપી રાઘવ જૈન, પ્રાંત અધિકારી ભગોરા, મંદિર સુરક્ષાના ડીવાયએસપી સારડા, ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રોટોકોલ ઓફિસર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના કર્મચારી, તાલુકા કાનૂની સેવા સમિતિના કર્મચારી તથા પીએલવીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial