Advertisement
Author: નોબત સમાચાર

વિદેશમાં રહેતા ફઈના બેંક એકાઉન્ટમાંથી પોણા છ કરોડ બે ભત્રીજાએ ગુપચાવ્યા

૫ાંચ વર્ષ પહેલાં બોગસ સહી કરી કેનેડાના બેંક એકાઉન્ટમાં મોકલાવી દીધી રકમ!

જામનગર તા. ૮ઃ જામનગરના ખોડિયારકોલોની વિસ્તાર પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા બે ભત્રીજાને ફોરેનમાં વસવાટ કરતા ફઈના બેંક એકાઉન્ટમાંથી નકલી સહી કરી રૃા.૫ કરોડ ૭૧ લાખની રકમ ટ્રાન્સફર કરાવી લેતાં હાલમાં જામનગર આવેલા ફઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સગા ફઈ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત આચરનાર બંને શખ્સની અટકાયત કરી છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગર ના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીની શેરી નં.રમાં રહેતા કૃણાલ વિનોદરાય શાહ તથા તેના સગા ભાઈ કેયુર વિનોદરાય શાહએ હાલમાં યુ.કે.માં રહેતા પોતાના સગા ફઈ દિવ્યાબેન વિપુલભાઈ વોરા (ઉ.વ.૬૭) સાથે રૃપિયા ૫,૭૧,૦૨૩૪૬ની રકમની છેતરપિંડી આચર્યાની સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે ફઈ દિવ્યાબેન વોરાએ ફરિયાદ નોંધાવી છે.

તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના લગ્ન વિપુલભાઈ કપુરચંદ વોરા સાથે થયા પછી તેઓ યુ.કે.માં સેફર્ડ હીલમાં વસવાટ કરે છે. તેઓ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં રહેતા પોતાના સંબંધીના ઘેર આવતા રહે છે. તે દરમિયાન વર્ષ ૨૦૧૮ના એપ્રિલ મહિના પહેલાં તેઓને મળવા આવેલા ભત્રીજા કૃણાલ તથા કેયુરે દિવ્યાબેનના યુ.કે.થી આવતા પૈસાને બેંકમાં જમા કરાવવા માટે એક્સિસ બેંક તથા આઈડીએફસી બેંકમાં ખાતુ ખોલાવવા વાત કરી હતી. તે પછી ભત્રીજાઓ પર વિશ્વાસ રાખી દિવ્યાબેને ઉપરોક્ત બંને બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું અને બેંકમાંથી આપવામાં આવેલુ સાહિત્ય ભત્રીજાઓને સાચવવા માટે આપ્યું હતું.

આ વેળાએ બંને ભત્રીજાએ બેંક એકાઉન્ટનો હિસાબ પણ સંભાળવાની તૈયારી બતાવી હતી. આઈડીએફસી બેંકમાં દિવ્યાબેન સાથે તેમના ભત્રીજા કેયુરે જોઈન્ટ એકાઉન્ટ શરૃ કરાવ્યું હતું. જેમાં સમયાંતરે રૃા.૧,૭૦,૯૯,૯૫૫ જમા કરાવવામાં આવ્યા હતા. જ્યારે એક્સિસ બેંકના એકાઉન્ટમાં પણ રકમ જમા કરાવાઈ હતી.

તે દરમિયાન ગઈ તા.૨૪-૪-૨૦૧૮ના દિને કેયુર વિનોદરાયે રૃા.ર કરોડ ૬ હજાર ૨૦ની રકમ માટે ખોટું રિટેઈલ આઉટવર્ડ રેમીટેન્સ ફોર્મ ભરી તેમાં ફઈ દિવ્યાબેનની નકલી સહી કરી નાખી હતી અને તે પછી ગઈ તા.૬-૬-૨૦૧૮ના દિને રૃા.૧ કરોડ ૯૯ લાખ ૯૬ હજાર ૩૭૧ની રકમ પોતાના સગા ભાઈ કૃણાલ વિનોદરાય શાહના કેનેડામાં આવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા.

આમ, કુલ રૃા.૫ કરોડ ૭૧ લાખ ૨૩૪૬ની રકમ બંને ભત્રીજાએ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. તે બાબતની હાલમાં જામનગર આવેલા ફઈ દિવ્યાબેનને જાણ થતાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ તથા ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી બંને ભત્રીજા સામે ગુન્હો નોંધ્યા પછી પીઆઈ એન.એ. ચાવડાએ બંનેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh