Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છથી ૧૦૦ ગાડીઓનો નીકળેલો કાફલો ખંભાળીયા સુધીમાં ૧૦૦૦ નો થયો ભારે ઉત્સાહ
ખંભાળીયા તા. ૮ઃ ગઢવી સમાજના કુળદેવી સોનલ માતાજીના શતાબ્દી વર્ષ નિમિત્તે કચ્છથી નીકળેલી શોભાયાત્રા ખંભાળીયા પહોંચી હતી ત્યારે વાહનોનો કાફલો દસગણો વધ્યો હતો. મણીયારા રાસ સાથે ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યું છે.
ગઢવી-ચારણ જ્ઞાતિના કુળદેવી પૂજય સોનલ માતાજીના શતાબ્દી વર્ષ નિમિત્તે કચ્છથી નીકળેલી શોભાયાત્રાનો કાફલો ખંભાળીયા આવી પહોંચતા ગઈકાલે ભવ્ય સ્વાગત થયું હતું તથા હજારો ગઢવી-ચારણ જ્ઞાતિજનો તથા અન્ય લોકો પણ જોડાયા હતાં.
ગઢવી ચારણ કુલગુરુ કશ્યપગુરુ શાસ્ત્રીનો સંકલ્પ હતો જેથી એકસો શણગારેલી ગાડીઓ સાથે કચ્છથી નીકળેલ અને દ્વારકા જતી આ શોભાયાત્રા જામનગર જિલ્લામાં આવતા સરમતના પાટીયા પાસે જામનગર અને સિક્કા તેનું સ્વાગત થયું હતું તથા ખંભાળીયામાં પણ ભવ્ય સ્વાગત થયું હતું. કચ્છથી ૧૦૦ ગાડીઓનો કાફલો ખંભાળીયા પહોંચતા એક હજાર ગાડીઓ તથા વિશાળ સંખ્યામાં ટુવ્હીલરો સાથે ફેરવાઈ ગયો હતો તથા શાસ્ત્રીજીનું ભવ્ય સ્વાગત થયું હતું તથા સોનલ માતાજીના મંદિરે દર્શન કરીને કુહાડીયા ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તથા ખંભાળીયામાં પણ આ વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
સો-સો સંખ્યાનું ભવ્ય આયોજન
દ્વારકા અહીંથી નીકળેલ શોભાયાત્રામાં માતાજી સોનલના ૧૦૦ વર્ષ પૂરા થતાં હોય ૧૦૦ શણગારેલી ગાડીઓ, સો કૃષ્ણ, સો માતાજી, સો શરણાઈવાળા, સો ઢોલી, સો બ્રાહ્મણ પૂજા માટેના એમ સો ની થીમ પર સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે.
કુહાડિયાના પાટીયા પાસે વિશાળ જગ્યામાં ચારણ ગઢવી સમાજનો ભવ્ય રાસ મણીયારો યોજાયો હતો તથા કુલગુરૃ કશ્યપ ગુરુ શાસ્ત્રીજીએ સોનલ માતાજીના જીવન તથા તેમના ચાર સંકલ્પો વિષે વિસ્તૃત પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.
રપ હજારથી વધુ ભાવિકો જોડાયાઃ મેળા જેવું વાતાવરણ
ગઈકાલે સાંજે એકાદ હજાર મોટરકાર તથા શણગારેલા રથ સાથે વિશાળ સંખ્યામાં બાઈકો સાથેની શોભાયાત્રામાં રપ હજારથી વધુ ભાવિકો ગામે ગામથી જોડાતા મેળા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. તથા અહીંથી દ્વારકા જતી શોભાયાત્રામાં પણ વિશાળ સંખ્યામાં ગઢવી ચારણ જ્ઞાતિજનો આગેવાનો જોડાયા હતાં.
સોનલ માતાજીના શતાબ્દી વર્ષના સંદર્ભમાં ૯-૧-ર૪ ના ખંભાળીયામાં સોનલ માતાજીના મંદિરે સવા લાખ પાર્થિવ શિવલીંગના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે તથા ૧૧-૧ર-૧૩ જાન્યુઆરી મઢડામાં સોનલ શતાબ્દીનો કાર્યક્રમ હોય ૧૦-૧-ર૪ ના ખંભાળીયામાં સોનલ માતાજીના મંદિરે સોનલબીજનો કાર્યક્રમ થશે.
સવા લાખ પાર્થિવ શિવલીંગ પૂજામાં જોડાવા માટે આયોજકો દ્વારા ચારણ ગઢવી તથા તમામ જ્ઞાતિજનોને અપીલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial