Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૮૭ અરજીનો નિકાલ

વોર્ડ નં. ૧ થી ૮ માટે યોજાયેલા

જામનગર તા. ૮ઃ જામનગરમાં વોર્ડ નંબર ૧ થી ૮ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ર૩૪૪ લકોએ મુલાકાત લીધી અને ૧૩૮૭ અરજીનો નિકાલ કરાયો હતો.

જામનગર મહાનગર પાલિકા દ્વારા રાજ્યમાં ચાલતા સેવાસેતુ કાર્યક્રમ ૯ મા તબક્કા અન્વયે ગત્ તા. ૬-૧-ર૦ર૪ અને શનિવારે વોર્ડ નં. ૧ થી ૮ નો સેવાસેતુ કાર્યક્રમ એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાને લગત અલગ-અલગ કામગીરી જેવી કે આધારકાર્ડ, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરા, શોપ રજિસ્ટ્રેશન, કારખાના લાયસન્સ, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી સર્ટીફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, આંગણવાડીમાં આવતા બાળકોના આધારકાર્ડ કાઢી આપવાની કામગીરી, સિટી બસ સર્વિસમાં માસિક પાસ અંગેની કામગીરી વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંતરને લગતી સેવાઓ જેવી કે વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, આવકના દાખલા, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, સમાજ કલ્યાણ ખાતાની સેવાઓ, રાશનકાર્ડને લગત કામગીરી, પીજીવીસીએલને લગત નવા ઘરલું વીજજોડાણ મેળવવાની કામગીરી, જન-ધન યોજના અંતર્ગત બેંક ખાતાની કામગીરી, મમતા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર સ્થળ પર જ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કુલ ર૩૪૪ લોકોએ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી. જ્યારે ૧૩૮૭ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

તા. ૯ મા તબક્કાના પ્રથમ સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન સ્ટે. કમિટી નિલેશભાઈ કગથરા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, કોર્પોરેટરો તથા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh