Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ફરી શેખ હસીના ચૂંટાયાઃ અવામી લીગને બહુમતી

વિપક્ષોના બહિષ્કાર વચ્ચે ચૂંટણીઓ યોજાઈ હતીઃ

ઢાકા તા. ૮ઃ શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન ચૂંટાયા છે. બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં આવામી લીગનો વિજય થયો છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીના પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા બહિષ્કારને કારણે થયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીએ પ૦ ટકાથી વધુ મતો જીત્યા હતાં. હસીના (૭૬) ર૦૦૯ થી સત્તામાં છે અને તેમની પાર્ટી અવામી લીગે પણ ડિસેમ્બર ર૦૧૮ માં છેલ્લી ચૂંટણી જીતી હતી.

આ એકતરફી ચૂંટણીમાં તેઓ સતત પાંચમી વખત સત્તા પર આવશે તે પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવ્યું હતું. શેખ મુજીબુર રહેમાન તેમની પત્ની અને તેમના ત્રણ પુત્રોની ઓગસ્ટ ૧૯૭પ માં લશ્કરી અધિકારીઓ દ્વારા તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. તેમની પુત્રીએ હસીના અને રીહાના આ હુમલામાં બચી ગયા કારણ કે, તેઓ વિદેશમાં હતાં.

બીએનપી એ ર૦૧૪ ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ ર૦૧૮ ની ચૂંટણીમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન હસીનાની સત્તારૃઢ અવામી લીગે સતત ચોથી વખત ચૂંટણી જીતી હતી, કારણ કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા (૭૮) ની પાર્ટી બીએનપી એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જાહેર થયા પછી ખાલિદા નજરકેદ છે. દેશમાં ચૂંટણી લડી રહેલા ર૭ રાજકીય પક્ષોમાં વિપક્ષી રાષ્ટ્રીય પાર્ટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બાકીના સત્તાધારી અવામી લીગની આગેવાની હેઠળના ગઠબંધનના સભ્યો છે. જેને નિષ્ણાતોએ 'ચૂંટણી જુથ'ના ઘટકો તરીકે વર્ણવ્યા છે.

મુખ્ય વિરોધ પક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરીને ૮ જાન્યુઆરી સુધી ૪૮ કલાકની દેશવ્યાપી સામાન્ય હડતાલનું આહ્વાન કર્યું હતું. પાર્ટીનો દાવો છે કે, વર્તમાન સરકાર હેઠળ કોઈપણ ચૂંટણી નિષ્પક્ષ અને વિશ્વસનિય નહી હોય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh